Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

૧૩ માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગતા ૪૫ લોકો જીવતા સળગી મર્યા

દક્ષિણ તાઇવાનમાં ૧૩ માળની એક બિલ્ડિંગમાં આગ લાગતા ૪૬  લોકોના મોત થયા છે. લગભગ ૫૧ લોકો આ આગમાં બળી ગયા છે. સંખ્યાબંધ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કાઉશુંગ શહેરના ફાયર વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યુ કે આગ સવારે ત્રણ વાગ્યે લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ કે ઘણા વિસ્તારને પોતાની ઝડપમાં લઇ લીધા હતા. કેટલાક માળ આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે.

(5:56 pm IST)