Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

તહેવારોમાં રાહત, સરકારે ખાદ્ય તેલ પર ટેક્સ ઘટાડ્યો

સ્ટોક લિમિટ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લાગૂ રહેશે : ક્રૂડ પામ તેલ પર ડ્યૂટી ઘટાડીને ૮.૨૫% કરવામાં આવી

નવી દિલ્હી, તા.૧૪ : હાલ વધતી મોંઘવારીએ સામાન્ય માણસોની પરેશાની ખુબ વધારી દીધી છે. જેને જોતા કેન્દ્ર સરકારે તહેવારો ટાણે લોકોને રાહત આપવા માટે મોટું પગલું ભર્યું છે.

સરકારે પામ અને સન ફ્લાવર ઓઈલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે. આ અગાઉ ગ્રાહકો મામલાના મંત્રાલયે તેલ અને તેલીબીયા પર સ્ટોક લિમિટ લાગૂ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. સ્ટોક લિમિટ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લાગૂ રહેશે. રાજ્યોને કહેવાયું કે આદેશ બહાર પાડીને કડકાઈથી તેનું પાલન કરાવે.

સરકારના આ નિર્ણય મુજબ ક્રૂડ પામ તેલ પર ડ્યૂટી ઘટાડીને ૮.૨૫% (પહેલા ૨૪.૭૫%), RBD પામોલિન પર ૧૯.૨૫ (પહેલા ૩૫.૭૫), RBD પામ તેલ પર ૧૯.૨૫ (પહેલા ૩૫.૭૫), ક્રૂડ સોયા તેલ પર ૫.૫ (પહેલા ૨૪.૭૫), રિફાઈન્ડ સોયા તેલ પર ૧૯.૫ (પહેલા ૩૫.૭૫), ક્રુડ સુરજમુખી તેલ પર ૫.૫ (પહેલા ૨૪.૭૫) અને રિફાઈન્ડ સુરજમુખી તેલ પર ૧૯.૨૫ (પહેલા ૩૫.૭૫) કરવામાં આવી. ડ્યૂટી ઘટાડવામાં આવતા CPO ના ભાવમાં  ૧૪,૧૧૪.૨૭, ઇમ્ડ્ઢ માં ૧૪૫૨૬.૪૫, સોયા તેલમાં ૧૯૩૫૧.૯૫ રૂપિયા પ્રતિ ટન ઘટ્યા છે. સરકારના આ નિર્ણય બાદ ખાદ્ય તેલોમાં ૧૫ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

અત્રે જણાવવાનું કે ગત મહિને ૧૧ ડિસેમ્બરે પણ પામ ઓઈલ, સોયા ઓઈલ, અને સુરજમુખી ઓઈલ પર આયાત ડ્યૂટીમાં ઘટાડો  કરાયો હતો. જ્યારે ક્રૂડ પામ ઓઈલ પર મૂળ ઈમ્પોર્ટ ડ્યૂટીને ૧૦ ટકાથી ઘટાડીને ૨.૫ ટકા કરવામાં આવી હતી. જ્યારે કાચા સોયા તેલ અને કાચા સુરજમુખી તેલ ઉપર પણ આયાત ડ્યૂટી ૭.૫ ટકાથી ઘટાડીને ૨.૫ ટકા કરવામાં આવી.

(7:26 pm IST)