Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

દેશના ૧૧૬ પાવર પ્લાન્ટ ઝેલી રહ્યા છે કોલસા સંકટ

સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીએ સ્થિતિ દર્શાવી : ૧૮ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક બચ્યો નથી, જ્યારે ૨૬ પાવર પ્લાન્ટ્સમાં ફક્ત એક દિવસનો જ સ્ટોક છે

નવી દિલ્હી, તા.૧૪ : સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી એ ભારતમાં કોલસાથી વીજળી બનાવનારા પાવર પ્લાન્ટ્સની તાજા સ્થિતિ બહાર પાડી છે. ઝ્રઈછ ના રિપોર્ટ મુજબ દેશના ૧૧૬ પાવર પ્લાન્ટ્સ કોલસાની તંગી સામે ઝઝૂમી રહ્યા છે. ૧૮ પાવર પ્લાન્ટ્સમાં એક પણ દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો નથી. જ્યારે ૨૬ પાવર પ્લાન્ટ્સમાં ફક્ત એક દિવસનો જ કોલસાનો સ્ટોક બચ્યો છે.

સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી ના રિપોર્ટ મુજબ ૧૭ પાવર પ્લાન્ટ્સમાં ફક્ત ૨ દિવસનો કોલસાનો સ્ટોક છે. ૧૮ પાવર પ્લાન્ટ્સમાં ૩ દિવસ અને ૧૯ પ્લાન્ટ્સમાં ૪ દિવસનો સ્ટોક બચ્યો છે. એ જ રીતે દેશના ૧૦ પાવર પ્લાન્ટ્સમાં ૫ દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે અને ૭ પાવર પ્લાન્ટ્સમાં ૬ દિવસનો કોલસાનો સ્ટોક છે. જ્યારે ફક્ત એક પાવર પ્લાન્ટમાં ૭ દિવસનો કોલસાનો સ્ટોક છે. બધુ મળીને ભારતના કોલસાથી વીજળી બનાવનારા પ્લાન્ટ્સમાં સરેરાશ ૪ દિવસનો જ કોલસાનો સ્ટોક છે.

ઉત્તર ભારતમાં તમામ ૩૩ પાવર પ્લાન્ટ્સ કોલસાની અછત ઝેલી રહ્યા છે. ૧૦ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો એક દિવસનો પણ સ્ટોક નથી. ૬ પ્લાન્ટમાં એક દિવસ પૂરતો જ કોલસો છે. ૪માં ૨ દિવસનો, ૫ પ્લાન્ટમાં ૩ દિવસનો કોલસો, ૨ પ્લાન્ટમાં ૪ દિવસ ચાલે એટલો કોલસાનો સ્ટોક છે અને ૩ પ્લાન્ટમાં ૫ દિવસનો કોલસાનો સ્ટોક છે. એ જ રીતે એક પ્લાન્ટમાં ૬ દિવસ, એકમાં ૮ દિવસ અને એક પ્લાન્ટમાં ૭ દિવસ ચાલે એટલો સ્ટોક બચ્યો છે.

- હરિયાણામાં બનેલા ૫ પાવર પ્લાન્ટમાંથી ૩ પ્લાન્ટમાં એક દિવસ પૂરતો પણ સ્ટોક નથી. એક પાવર પ્લાન્ટમાં એક દિવસ ચાલે એટલો જ કોલસો છે જ્યારે એક પ્લાન્ટમાં ૩ દિવસ પૂરતો જ કોલસાનો સ્ટોક છે.

- યુપીમાં ૧૯ પાવર પ્લાન્ટ્સમાંથી ૩ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયા છે જ્યારે ૭માં એક દિવસ પૂરતો સ્ટોક, ૩માં ૨ દિવસ પૂરતો સ્ટોક છે, ૨ પ્લાન્ટમાં ૪ દિવસ પૂરતો  કોલસો છે. એક પ્લાન્ટમાં ૭ દિવસ અને એક પ્લાન્ટમાં ૮ દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે.

- પંજાબમાં બનેલા ૫ પાવર પ્લાન્ટ્સમાંથી એક પ્લાન્ટમાં એક દિવસ પૂરતો જ સ્ટોક છે. એક પાવર પ્લાન્ટમાં ૨ દિવસનો, એકમાં ૩ દિવસ, એક પ્લાન્ટમાં ૪ દિવસ અને એક પ્લાન્ટમાં ૬ દિવસ પૂરતો કોલસો છે.

- રાજસ્થાનની પણ આ જ સ્થિતિ છે. અહીં ૪ પાવર પ્લાન્ટમાં ૧ પાવર પ્લાન્ટ ખાલી થઈ ગયો છે.

એક પાવર પ્લાન્ટમાં ૧ દિવસનો કોલસો છે. એકમાં ૪ દિવસ અને એકમાં ૫ દિવસનો કોલસો બચ્યો છે.

- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૯ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં દેશના જે ૫ કોલસાથી વીજળી બનાવતા પાવર પ્લાન્ટથી દેશની રાજધાની દિલ્હીને વીજળી મળવાની વાત કરી હતી તે ૫ પ્લાન્ટમાંથી એક ખાલી છે, ૨માં એક દિવસ પૂરતો કોલસો છે અને એક પ્લાન્ટમાં ૩ દિવસનો કોલસાનો સ્ટોક તથા એક પ્લાન્ટમાં ૭ દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે.

 

(7:26 pm IST)