Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

આર્યન બન્યો કેદી નંબર 956: જેલનું ભોજન ભાવતું નથી

જેલની અંદર આરામ ન મળવાના કારણે આર્યન મોટાભાગે ટેન્શન અને પરેશાન જોવાઈ રહ્યો છે

નવી દિલ્હી: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. 14 ઓક્ટોબરે પણ તેને જામીન મળ્યા નહીં. પરંતુ ઉલ્ટું હવે હજુ 6 દિવસ વધુ જેલમાં વીતાવવા પડશે. આર્યન ખાનનો કેદી નંબર પણ સામે આવ્યો છે અને હવે આ કેસમાં સુનાવણી 20 ઓક્ટોબરે થશે.

આર્યન ખાનના જામીન કેસ પર આજે મુંબઈની સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે એનસીબી અને આર્યન ખાનના વકીલની દલીલ સાંભળ્યા બાદ એકવાર ફરીથી જામીન પર ચુકાદો અનામત રાખ્યો છે. આ મામલે આગામી સુનાવણી 20 તારીખે થશે.

જેલના સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે આર્યન ખાન જેલનીં અંદર હેરાન પરેશાન છે. તેને આર્થર રોડ સ્થિત જેલમાં રાખવામાં આવ્યો છે. જેલની અંદર આરામ ન મળવાના કારણે તે મોટાભાગે ટેન્શન અને પરેશાન જોવા મળી રહ્યો છે. જેલ અધિકારીઓએ જણાવ્યું કે તેને જેલની અંદર એડજસ્ટ કરવામાં સમય લાગશે. જેલની અંદર દુનિયા એકદમ અલગ હોય છે. અત્રે જણાવવાનું કે આર્યન ખાન અને અન્ય આરોપીઓને સિક્યુરિટીના કારણે અલગ અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.

ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને એક સાથે રખાયા નથી. તમામ છ આરોપીઓ આર્યન ખાન સહિત અલગ અલગ બેરેકમાં છે. આ તમામને 14 ઓક્ટોબરના દિવસે સાધારણ બેરેકમાં શિફ્ટ કરાયા છે. 13 ઓક્ટોબરે બધાનો ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો થઈ ચૂક્યો છે. તમામના આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આર્યન ખાનને મની ઓર્ડર દ્વારા પૈસા પણ મોકલવામાં આવ્યા છે.

(9:21 pm IST)