Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમેરિકામાં હજુ પણ એક મહિના સુધી ફેસબુક ઉપર રાજકીય જાહેરાતો નહીં જોવા મળે : સોશિઅલ મીડિયાના માધ્યમથી ખોટી માહિતી ફેલાતી અટકાવવાનો હેતુ

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી પુરી થઇ ગયા પછી પણ વિવાદો શમવાનું નામ લેતા નથી.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પરાજિત થયા પછી પણ હાર સ્વીકારવા તૈયાર નથી.માથે જાતા સોશિયલ મીડિયા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.જેમાં ચૂંટણી પહેલા રજુ થયેલા ઓપિનિયન પોલ તેમજ ચૂંટણી પછી પરિણામોની સમીક્ષા વિષે સાચી ખોટી માહિતી ફેલાઈ રહી હોવાના આક્ષેપોને કારણે ફેસબુકે રાજકીય જાહેરાતો ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.જે  વર્તમાન સંજોગોમાં રાજકારણ હજુ પણ ડામાડોળ જણાઈ રહ્યું હોવાના કારણે વધુ એક માસ માટે રાજકીય  જાહેરાતો ઉપરનો પ્રતિબંધ લંબાવ્યો છે.

અલબત્ત આ પ્રતિબંધ જો વહેલાસર રાજકીય પરિસ્થિતિ થાળે પડતી જણાશે તેઓ ઉઠાવી લેવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:20 am IST)