Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

આગામી વર્ષથી કાર સહીત તમામ વાહનો માટે ફાસ્ટટેગ ફરજીયાત બનશે

અત્યાર સુધીમાં બે કરોડ ફાસ્ટેગ વેચાયા :દેશમાં પાંચ કરોડથી વધારે કાર: કુલ કલેક્શનમાં 80 ટકા કલેક્શન ફાસ્ટેગ દ્વારા થાય છે.

નવી દિલ્હી : આગામી વર્ષથી ભારતમાં નેશનલ હાઇવેઝ માટે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ચિપ તમામ વાહનો માટે ફરજીયાત બનશે સરકાર ફાસ્ટેગ દ્વારા 100 ટકા કલેક્શન ઇલેક્ટ્રોનિક કરવા માંગે છે, તેમા તે કેશ હેન્ડલિંગ જરા પણ રહેવા માંગતી નથી. હાલમાં નેશનલ હાઇવે પર થતાં કુલ કલેક્શનમાં 80 ટકા કલેક્શન ફાસ્ટેગ દ્વારા થાય છે.

ફાસ્ટેગને સામાન્ય રીતે કારની વિન્ડસ્ક્રીન પર ચોંટાડવામાં  આવે છે. તે ટોલ પ્લાઝા પરના સ્કેનર પર ઇન્સ્ટોલ થાય છે. આ ડિવાઇસીસમાં આરએફઆઇડી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ પ્રીપેઇડ વોલેટ કે ફાસ્ટેગ સાથે સંલગ્ન બેન્ક ખાતામાંથી ટોલની રકમ કાર ટોલ પ્લાઝા પાસેથી પસાર થશે ત્યારે આપમેળે કપાશે

ફાસ્ટેગ દ્વારા વાહનો હાઇવે પર ટોલ પ્લાઝા પાસે રોકાયા વગર જઈ શકશે. હવે ફાસ્ટેગને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સાથે જોડી શકાય છે. વાહન માલિકોએ તેને રિચાર્જ કરાવવુ પડે. જો વાહન માલિકે તેને બચત ખાતા સાથે જોડ્યું હોય તો આ રકમ આપમેળે તમારા ખાતામાંથી કપાશે. માલિકને આ કપાત પર એસએમએસ એલર્ટ મળશે.

ફાસ્ટેગ બધા મેજર રિટેલ પ્લેટફોર્મ પેટીએમ, એમેઝોન, સ્નેપડીલ વગેરે પર ઉપલબ્ધ છે. આ સિવાય 23 અગ્રણી બેન્કો પણ તેનું વેચાણ કરે છે. આ સિવાય રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની ઓફિસો દ્વારા પણ તેનું વેચાણ થઈ રહ્યુ છે. આ નેટવર્કને સરકારે એજન્ડ્સ, ડીલરો, કોમર્સિયલ સેન્ટરો, ફ્યુઅલ સ્ટેશનો સુધી વિકસાવ્યુ છે, જેથી ફાસ્ટેગ મેળવવામાં કોઈ સમસ્યા ન નડે

એનએચએઆઇની પેટા કંપની ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડે  પણ ફાસ્ટેગનું ઓપરેટ કરવા સિવાય તેનું વેચાણ કરે છે. તમે જો એક બેન્કનું ફાસ્ટેગ એકાઉન્ટ લીધું હોય તો બીજી બેન્કનું ખાતુ ઉપયોગમાં ન લઈ શકો. આથી વાહન માલિકોએ પોતાનુ ખાતુ જે બેન્કમાં હોય તેનો ઉપયોગ કરવો.

આ સિવાય એનએચએઆઇ દ્વારા જારી કરવામાં આવતા ફાસ્ટેગને ઓનલાઇન પણ લઈ શકાય છે, જે કોઈ બેન્ક સાથે જોડાયેલું હોતું નથી. વાહન વપરાશકાર ફાસ્ટેગ એકાઉન્ટ સાથે જોડાવવા તેના પસંદગીના પેમેન્ટ મોડનો ઉપયોગ કરી શકે છે. ભારતમાં પાંચ કરોડથી વધારે કાર છો તો અત્યાર સુધીમાં બે કરોડથી વધારે ફાસ્ટેગ વેચાયા છે. આમ એક વર્ષમાં ફાસ્ટેગ યુઝર્સની સંખ્યામાં 400 ટકા વધારો થયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ફાસ્ટેગ યુઝર્સની સંખ્યા કરોડ પણ ન હતી

(12:00 am IST)