Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કૈલાશ વિજયવર્ગીયને ફરી બંગાળની કમાન: ભાજપે પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવ્યા

લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપને સફળતા અપાવી હતી

નવી દિલ્હી :ભાજપ દ્વારા  કૈલાશ વિજયવર્ગીયને એક વખત ફરી પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યા છે.  કૈલાશ વિજયવર્ગીય વર્તમાન સમયમાં બંગાળના પ્રભારી છે, તેમણે લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપને સફળતા અપાવી હતી. કૈલાશ વિજયવર્ગીયના પ્રભારી રહેતા ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં 18 બેઠક જીતી હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખતા પાર્ટીએ ફરી એક વખત તેમણે જવાબદારી સોપી છે
 

(12:00 am IST)