Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભિખારી ઠંડીમા ઠઠરી રહ્યો હતોઃ DSPએ નજીક જોઇને જોયું તો નીકળ્યો તેની જ બેચનો અધિકારી

સમય અને પરિસ્થિતિ કયારે બદલાય તે કોઇને ખબર હોતી નથી

ગ્વાલીયર, તા.૧૪: અનેક વાર તમે તેવી સ્થિતિમાં મૂકાઇ જાવ છો કે જેને જાણીને તમે પોતાને આશ્ચર્યમાં મુકાઇ જાવ. આવું જ કંઇ ગ્લાલિયરમાં એક ડીએસપી કક્ષાના અધિકારી સાથે થયું. હાલ અહીં શિયાળામાં અનેક ભિક્ષુકો રસ્તા પર ઠંડીમાં ઠઠરતા હોય છે. અને કેટલીક વાર પોલીસકર્મી પણ તેમને મદદ કરતા હોય છે. આવા જ એક ભિખારી જેને ઠંડીમાં ઠઠરતો જોઇને મદદ કરવા પહોંચેલા DSP પોતાની ગાડી રોકી અને જોયું તો તે તેમની બેચનો અધિકારી નીકળ્યો.

જાણકારી મુજબ ગ્વાલિયર પેટાચૂંટણીની મતગણના પછી ડીએસપી રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહ ભદૌરિયા ઝાંસી રોડથી પસાર થઇ રહ્યા હતા.

બંને જયારે બંધન વાટિકાની ફૂટપાથ પરથી પસાર થયા તો તેમણે રસ્તાના કિનારે એક ઉંમરલાયક ભિખારીને ઠંડીમાં ઠરતો જોયો. ગાડી રોકી આ બંને અધિકારીઓ તેને મદદ કરવાના આશયથી તેની પાસે ગયા. રત્નેશે પોતાના શૂઝ અને ડીએસપી વિજય સિંહ તેમનું જેકેટ તેને આપી દીધું. તે પછી બંને જયારે ભિખારીથી વાતચીત કરી તો બંને હતપ્રત રહી ગયા. કારણ કે આ ભિખારી તેમની જ ડીએસપી બેચનો અધિકારી નીકળ્યો.

આ ભિખારી છેલ્લા દસ વર્ષથી આ રીતે ભિખારી જેવું જીવન જીવતો હતો. અને તેની આવી હાલત થઇ તે પહેલા તે મનીષ મિશ્રાના નામે પોલીસ ઓફિસર હતા. વળી તે ખૂબ જ સારો નિશાનો પણ લગાવતો હતો. મનીષ ૧૯૯૯માં પોલીસ લાઇનમાં જોડાયો. જે પછી એમપીના વિભિન્ન પોલીસ સ્ટેશનમાં તેણે કામ પણ કર્યું. ૨૦૦૫માં તેણે છેલ્લે પોલીસની નોકરી કરી હતી.

તે છેલ્લે દતિયા વિસ્તારમાં પોસ્ટેડ હતો. પણ તે વખતે ધીરે ધીરે તેની માનસિક હાલત ખરાબ થતી ગઇ. ઘરના લોકો પણ તેનાથી પરેશાન થઇ ગયા. અને તેને અલગ અલગ જગ્યાએ સારવાર માટે લઇ ગયા. પણ એક દિવસ તે પરિવારજનોથી નજર ચુકવીને ભાગી ગયો.ભારે શોધખોળ પછી પણ તેની ખોઇ ખબર અંતર ના મળ્યા. આ પછી તેની પત્ની પણ તેને છોડીને જતી રહી અને તેને તલાક લઇ લીધા. મનીષ બીજી તરફ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવ્યું. અને આમ કરતા તેને ૧૦ વર્ષ થઇ ગયા. આ બંને ડીએસપી સાથે મનીષ ૧૯૯૯ના બેચમાં હતા. હાલ તો બંને અધિકારીઓએ મનીષને એક સમાજસેવી સંસ્થામાં મોકલ્યો છે.

જયાં તેની સારી રીતે સાર સંભાળ થઇ શકે. તમને જણાવી દઇએ કે મનીષના પિતા અને કાકા પણ પોલીસ લાઇનમાં મોટા પદ પર હતા. હાલ મનીષના અને બેચના અધિકારી મળીને ફરીથી તેની સારવાર કરાવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેમનો મિત્ર ફરીથી સામાન્ય જીવન જીવી શકે.

(9:43 am IST)