Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમેરિકાએ ૨૨ વર્ષ બાદ લીધો બદલો

ઈઝરાયલે ઈરાનમાં ઘુસી અલકાયદાના નંબર-ટુને ફુંકી માર્યો

તહેરાન, તા. ૧૪ :. અમેરિકાએ વર્ષ ૧૯૯૮મા કેન્યા અને ટાન્ઝાનીયામાં અમેરીકી દુતાવાસ પર આતંકવાદી સંગઠન અલકાયદાના ભયાનક હુમલાનો બદલો ૨૨ વર્ષ બાદ પુરો કર્યો છે. અમેરિકા તરફથી ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના જવાનોએ ઈરાનના પાટનગર તહેરાનમાં છુપાયેલા અલકાયદાના નંબર-૨ ગણાતા અબુ મોહમદ અલ મસ્ત્રી (૫૮)ને ફુંકી માર્યો છે. આ દરમિયાન અલકાયદાના બીન લાદેનની પત્નિ પણ મોતને ભેટી છે.

અલકાયદાના આ ભયાનક હુમલામાં તે વખતે ૨૨૪ લોકો માર્યા ગયા હતા. અબુ મોહમદ તેનો માસ્ટર માઈન્ડ હતો. હવે તેની પુત્રી સાથે ગત ૭ ઓગષ્ટના રોજ તહેરાનના રસ્તા પર ગોળી મારી દેવામાં આવી હતી. મનાઈ છે કે અમેરિકાએ ઈઝરાયલની મદદથી આ હુમલો કર્યો હતો.

અબુ મોહમદ પર ૧ કરોડ ડોલરનું ઈનામ હતું. ઓગષ્ટમાં આ હત્યાકાંડ બાદ ન તો અમેરિકા કે ન તો ઈરાન કે ઈઝરાયલે આનો સ્વીકાર કર્યો હતો. અબુની હત્યા અત્યાર સુધી સીક્રેટ રહી હતી.

અલકાયદાના આ નંબર-૨ ને એવી રીતે ફુંકી મારવામાં આવ્યો હતો કે કોઈને ખબર ન પડે. અલકાયદાએ હજુ તેના મોતની પુષ્ટી કરી નથી. આ હુમલામા અબુની પુત્રી પણ મૃત્યુ પામી હતી.

આ આતંકવાદ સામે ફ્રાન્સે ધોકો પછાડયોઃ અલકાયદાના ટોપ કમાન્ડર સહિત અનેક ત્રાસવાદીઓનો ખાત્મો

પેરીસઃ ફ્રાન્સના સુરક્ષા દળો અને સૈન્ય હેલિકોપ્ટરોએ માલીમાં અલકાયદા સાથે જોડાયેલા એક જેહાદી કમાન્ડરને ફુંકી માર્યો છે. આ અભિયાનમાં કેટલાક બીજા ત્રાસવાદીઓ પણ માર્યા ગયા છે. એક ટ્રક ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૫ લોકો માર્યા ગયા હતા. જેમાં મુસો નામનો એક કમાન્ડર પણ હતો.

(11:23 am IST)