Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

૨૪ કલાકમાં ૪૪૬૮૪ કેસઃ ૫૨૦ના મોત

દેશમાં કુલ કેસ ૮૭૭૩૪૭૯: મૃત્યુઆંક ૧૨૯૧૮૮

નવી દિલ્હી, તા. ૧૪ :. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૪૬૮૪ કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૫૨૦ લોકોના મોત થયા છે.

દેશમાં કુલ કેસની સંખ્યા ૮૭૭૩૪૭૯ થઈ છે. જ્યારે ૮૧૬૩૫૭૨ લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં કોરોનાએ ૧૨૯૧૮૮ લોકોનો ભોગ લીધો છે. દેશમાં એકટીવ કેસની સંખ્યા ૪૮૦૭૧૯ છે.

અત્યાર સુધીમાં કુલ ૧૨૪૦૩૧૨૩૦ લોકોનુ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે જેમા ગઈકાલે ૯૨૯૪૦૧ લોકોનું ટેસ્ટીંગ કરવામા આવ્યુ હતુ.

દિલ્હીમાં કોરોનાના કેસ એકધારા વધી રહ્યા છે. લોકોને ઘરે રહીને જ દિવાળીની ઉજવણી કરવા જણાવાયુ છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૪૧૩૨ કેસ નોંધાયા હતા અને ૧૨૭ના મોત થયા હતા. દિલ્હીમાં ૭૮૦૨ કેસ નોંધાયા હતા અને ૯૧ લોકોના મોત થયા હતા.

  • અમેરીકામાં કોરોનાનો હાહાકાર : ૨૪ કલાકમાં પોણા બે લાખથી પણ વધુ કોરોના કેસઃ ભારતમાં નવા ૪૪,૬૮૪ કેસ

અમેરીકા : ૧,૮૩,૫૨૭ કેસો

ભારત : ૪૪,૬૮૪ કેસો

ઈટાલી : ૪૦,૯૦૨ કેસો

બ્રાઝીલ : ૩૫,૮૪૯ કેસો

ઈંગ્લેન્ડ : ૨૭,૩૦૧ કેસો

ફ્રાન્સ : ૨૩,૭૯૪ કેસો

જર્મની : ૨૩,૧૮૪ કેસો

રશિયા : ૨૧,૯૮૩ કેસો

સ્પેન : ૨૧,૩૭૧ કેસો

  • ભારતમાં કોરોના ઉડતી નજરે

નવા કેસો : ૪૪,૬૮૪

નવા મૃત્યુ : ૫૨૦

સાજા થયા : ૪૭,૯૯૨

પોઝીટીવીટી રેટ : ૪.૮૦%

કુલ કોરોના કેસો : ૮૭,૭૩,૪૭૯

એકટીવ કેસો : ૪,૮૦,૧૭૯

કુલ સાજા થયા : ૮૧,૬૩,૫૭૨

કુલ મૃત્યુ : ૧,૨૯,૧૮૮

૨૪ કલાકમાં ટેસ્ટ : ૯,૨૯,૪૯૧

કુલ ટેસ્ટ : ૧૨,૪૦,૩૧,૨૩૦

  • વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા : ૧,૧૦,૬૪,૩૬૪ કેસો

ભારત : ૮૭,૭૩,૪૭૯ કેસો

બ્રાઝીલ : ૫૮,૧૯,૪૯૬ કેસો

(12:21 pm IST)