Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભકામના : સમૃધ્ધ અને સ્વસ્થ રહો

નવી દિલ્હી તા. ૧૪ : કોરોના સંકટ વચ્ચે આજે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. દેશભરમાં માર્કેટમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામના. બધાને દિવાળીની શુભેચ્છા. આ તહેવારને વધારેમાં વધારે ઉજ્જવલ અને પ્રસન્નતા આપો. બધા લોકો સમૃદ્ઘ અને સ્વસ્થ રહે.  ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. આ સાથે નાગરિકોને સમાજના ગરીબ, બેસહારા અને જરૂરિયાત લોકો માટે આશા અને સમૃદ્ઘિનું કિરણ બની સંકલ્પ લેવાનો કહ્યું  હતું.

(11:27 am IST)