Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ફાઇનલ : બિડેન ૩૦૬ : ટ્રમ્પ ૨૩૨

એરિઝોના - જોર્જિયામાં પણ બિડેનનો વિજય

વોશિંગ્ટન તા. ૧૪ : અમેરિકન ચૂંટણીના હવે તમામ પરિણામ આવી ચૂકયા છે. નવા પસંદગી પામેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનને શુક્રવારે એરિજોન અને જોર્જિયા રાજયોને પણ જીતી લીધા છે. જે બાદ ડેમોક્રેટ પાર્ટીના ૩૦૬ ઈલેકટોરલ વોટ મળ્યા છે. ત્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત જ પ્રાપ્ત થયા છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીના લગભગ  ૨ અઠવાડિયા બાદ બન્ને છેલ્લા રાજયોના પરિણામો જાહેર થઈ ગયા છે. જોર્જિયામાં જીત મળ્યા બાદ બાયડનને ૧૬ ઈલેકટોરલ વોટ મેળવ્યા છે હવે તેમના કુલ વોટની સંખ્યા ૩૦૬ થઈ ગઈ છે. ૨૦૧૬ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્ર્પને પણ ૩૦૬ ઈલેકટ્રોલ વોટ મળ્યા હતા અને હિલેરી કિલન્ટનને ૨૩૨ મત પ્રાપ્ત થાય હતા.

અમેરિકાના આ ૫ રાજયો જોર્જિયા. એરિજોના,મિશિગન, પેન્સિલ્વેનિયા અને વિસ્કોન્સિન ખૂબ મહત્વના છે. ૨૦૧૬માં અહીં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા હતા. આ વર્ષે અહીં બાયડન જીત્યા છે. જો બાયડનને ૨૭૦ ઈલેકટોરલ વોટ મળતા રાષ્ટ્રપતિ જાહેર કરાયા હતા.

૨૦ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ જો બાયડન શપથ ગ્રહણ કરશે. જે અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે અને અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી . તેમણે છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે.

(11:28 am IST)