Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ઉત્તરપ્રદેશના મદ્રેસાના શિક્ષકોને કેન્દ્ર સરકાર દ્વારા ૭૦ દિ'નું રૂ. પ૧ કરોડ વેતન મળશે

લખનૌ, તા. ૧૪ :  ઉતરપ્રદેશના મદ્રેસામાં રહેલા શિક્ષકોને સરકાર પ૦ કરોડ ૮૯ લાખનું વેતન આપશે. હકિકતમાં મદ્રેસા આધુનિકરણ યોજના તળે સામેલ ઉત્તરપ્રદેશના રપ હજાર શિક્ષકોને ૭૦ દિ'નું વેતન મળ્યું ન હતુ, જેથી આર્થિક ભીંસમાં તેઓ આવી ગયા હતા.

લઘુમતિ કલ્યાણ મંત્રી નંદગોપાલ નંદીએ આ માસમાં કેન્દ્ર સરકારને સફળ રજુઆત કરી હતી. આ યોજના તળે શિક્ષકોને ૮ થી ૧પ હજારનું માસિક વેતન અપાય છે જેમાં કેન્દ્ર સરકાર દરવખતે રૂ. ૩૬૦૦ અને રૂ. ૪૮૦૦ આપે છે પરંતુ ૪ વર્ષથી કેન્દ્ર સરકારે પોતાનો હિસ્સો આપેલ ન હતો.

ઇસ્લામિક મદ્રેસા આધુનિકરણ શિક્ષક એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ એજાઝ અહમદના જણાવ્યા મુજબ કેન્દ્ર દ્વારા મદ્રેસા શિક્ષકોને વર્ષ ર૦૧૬-૧૭માં જારી કરાયેલા ભંડોળનો પહેલો હપ્તો જોવા મળ્યો હતો. જેમાંથી માત્ર ૪૦% રકમ મળી હતી.

આમ ધીમી ગતિએ રકમ આ વેતન  લંબાતુ જાય છે અને કેન્દ્રનો હિસ્સો ૮ વર્ષથી મળ્યો નથી. જે હવે વધીને ૯૭૭ કરોડ રૂપિયા થઇ ગયો છે.

(12:19 pm IST)