Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સરકારની નીતીની આલોચના ભારે પડી

જૈક માની કંપનીનું લીસ્ટીંગ સસ્પેન્ડ કરતી ચીનની જીનપીંગ સરકાર

બીજીંગ,તા. ૧૪: ચીની રાષ્ટ્રપતિ જીનપીંગની નારાજગી સૌથી ધનીક એવા જૈકમાં ઉપર ભારે પડી રહી છે. હાલમાં જ જૈકના એન્ટ ગ્રુપની લીસ્ટીંગ છેલ્લા સમયે અટકાવી હતી. ચીની સરકારની નીતીઓની આલોચનાથી નારાજ જીનપીંગે વ્યકિતગતરૂપે આ નિર્ણય લીધેલ. વોલ સ્ટ્રીટ જનરલના અહેવાલ કે જૈક અને તેના વધતા પ્રભાવથી સરકારમાં બેચેની છે.

જૈક માએ ૨૪ ઓકટોબરે એક વ્યાપાર ફોરમમાં ચીનની વિનિયામકોની ટીકા કરી હતી. તેણે ચીનની બેન્કોને પોનશોપ માનસીકતાનો શિકાર બતાવેલ. તેમનો ઇશારો હતો કે ચીની બેન્કો કોઇ વસ્તુ ગીરવે મુકવ્યા વિના લોન નથી આપતી. ચીનની મોટા ભાગની બેન્કો સરકારી છે. તેમની ટીપ્પણી સીધી જ સરકાર વિશેથી કહેવામાં આવેલ ગણાઇ હતી.

અલીબાબા ચીનની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. જૈકમાં ચીનના સૌથી ધનીક વ્યકિત છે. તેમણે સૌથી મોટી બેન્ક બનાવવાનું સપનુ સાકાર કર્યું હતું. ત્યારે જ ચીની સરકારે તેને આંચકો આપ્યો હતો. તેની સ્ટોક એકસચેન્જમાં લીસ્ટીંગને સસ્પેન્ડ કરી હતી.

(12:20 pm IST)