Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભાઇબીજ પર બહેનના ચહેરા પર સ્મિત આવશે જો આપશો આ ગીફ્ટ

ભાઇબીજ પર ભાઇ બહેનના સંબંધોને મજબૂત કરવાનો અનોખો તહેવાર છે. આ વખતે ૧૬ નવેમ્બરના રોજ આ તહેવાર ઉજવાઇ રહ્યો છે. કહેવાય છે કે આખા વર્ષમાં એક વાર જ તેવો અવસર બહેનના જીવનમાં આવે છે જયારે તે પોતાના ભાઇને ઘરે જમવા બોલાવે છે. હવે તો ભાઇ અને બહેન એકબીજાના ઘરમાં આવતા જતા રહે છે. પણ પહેલાના સમયમાં ભાઇ કે પિયરનો કોઇ વ્યકિત બહેનના ઘરે જમતા ખચકાતો. પણ આ એક જ તેવો પ્રસંગ હોય છે જેમાં બહેનના ઘરે ભાઇ રિવાજ મુજબ આવી મળી શકે છે. જમી શકે છે. આ દિવસ બહેન પોતાને ત્યાં જમણ બનાવી ભાઇના લાંબા આયુષ્યની મનોકામના કરે છે. ત્યારે જો તમે પણ ભાઇબીજ પર પોતાની બહેનના ચહેરા પર સ્મિત દેખવા માંગતા હોવ તો બહેનને આપો આ ગીફ્ટ

સ્માર્ટવોચઃ ભાઇબીજ પર તમે તમારી બહેનને સ્માર્ટવોચ આપી શકો છો. આજે ટેકનોલોજીનો સમય છે. અને નવી ટેકનોલોજી સાથે તમે પણ તમારી બહેનને જોડવા માંગો છો તો તેને સ્માર્ટવોચ આપો.

સ્માર્ટ લોકટઃ સ્માર્ટ લોકેટની પાછળ એક બટન હોય છે જેની પર કલીક કરવાથી તે આપને મેસેજ કરી શકે છે. તેમાં લાઇવ લોકેશન શેર કરી શકાય છે. આ લોકેટ તમારી બહેનની સુરક્ષા કરશે. તે તમને વિભન્ન ઇ કોમર્સ સાઇટો પરથી મળી શકે છે.

 પાવર બેંકઃ ભાઇબીજ પર તમે તમારી બહેનને પાવર બેંક પણ આપી શકો છે. વ્યસ્ત લાઇફમાં પાવરબેંક જરૂરી છે. તમે કોઇ સારી બ્રાન્ડેડ પાવરબેંક તેને ખરીદીને આપી શકો છો.

 ફિટનેસ બેન્ડઃ મહિલાઓ હંમેશા આખા પરિવારની જવાબદારી લે છે. પણ પોતાના સ્વાસ્થયની જવાબદારી નથી લેતી. માટે જ તમે તેને ફિટનેસ બેન્ડ પણ આપી શકો છો. જેનાથી તેની ફિટનેસ વિષે તે સજાગ બને.

(2:44 pm IST)