Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

'તકમરીયા'ના પાનની ચટણી ખાવ અને આખું વર્ષ ટનાટન રહો

આદુ, મરચા, કોથમીર, ફૂદીનો, મીઠો લીમડો લઈ પાંચેય વસ્તુના બરાબર તકમરીયાના કુણા પાન લઈ ચટણી બનાવી જરૂર મુજબ મીઠું -લીંબુ નાખો એટલે ચટણી તૈયાર

એક આયુર્વેદનાં જાણકાર વડિલશ્રીએ વર્ષો પહેલાં વાત વાતમાં કીધું હતું કે તકમરીયાનાં પાનની ચટણી શ્રાધ્ધનાં પંદર દિવસ દરમિયાન ખાવાંથી આખું વર્ષ વાઇરલ રોગોથીં બચી શકાય તેવાં એન્ટીવાયરલ ગુણ ધરાવે છે.

ગત વર્ષે આ સમયગાળામાં મારા ઘરમાં બધાં સભ્યોએ આ ચટણી ખાધી હતી અને તે ઉપરાંત મિત્ર સગાંઓને પણ આ પાન પહોચાડી ચટણી ખાવાં પ્રેર્યા હતાં.

આ આખાં વર્ષ દરમિયાન વાઇરલ રોગો ઘણા ફેલાયા હોવાં છતાં અમારા ઘરમાં કે તે મિત્ર-સગાંઓનાં ઘરે કોઈને કોઈ જ વાયરલ બિમારી આવી નથી તો  તે માટે ઇશ્વર નો આભાર માનું છું. અને આપ સહુ ને અનુરોધ છે કે આ ચટણી જરૂર બનાવી ને આ સમય દરમ્યાન ખાય.. કોઈ નુકસાન નથી.

 આદુ,મરચાં, કોથમીર, ફુદીનો, મીઠો લીમડો આ પાંચ વસ્તુ યોગ્ય પ્રમાણમાં લઇ આ પાંચેયનાં વજન બરાબર તકમરીયા નાં કુણા પાન લઇ ચટણી બનાવીને તેમાં જરૂર મૂજબ મીઠું લીંબુ નાખો એટલે ચટણી તૈયાર.. બહુ સ્વાદિષ્ટ બને છે.

તો સ્વાદ ખાતર પણ આ પંદર દિવસમાં પાંચ-છ વખત આ ચટણી ખાવ અને આવતા વર્ષે પાછા કોઈ પોસ્ટ પર મળીશું.. અને કોઈ ને વાયરલ બિમારી આવી નથી ને એ સહુ પાકું કરીશું. (સોશ્યલ મિડીયામાંથી સાભાર)

(2:45 pm IST)