Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ગુરૂવારથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને ગોકુલ-મથુરામાં ૧૧ દિવસીય ઓનલાઇન શ્રીરામ કથા

રાજકોટ, તા., ૧૪: પૂ.મોરારીબાપુના વ્યાસાસને ગોકુલ-મથુરામાં તા.૧૯ થી ઓનલાઇન શ્રીરામ કથાનો પ્રારંભ થશે.

કોરોના મહામારીના કારણે આ શ્રીરામ કથામાં ૧૦૦ જેટલા સાધુ-સંતો અને ભાવીકો જ હાજરી આપશે. અન્ય ભાવીકો ઘરે બેઠા ઓનલાઇન શ્રીરામ કથાનું રસપાન કરશે.

ભગવાનશ્રી કૃષ્ણના બાળલીલા સ્થળ શ્રી રમણરેતી ધામમાં પૂ. સ્વામી કાર્ષ્ણીં ગુરૂશરણાનંદજી મહારાજના સાનિધ્યમાં ૧૧ દિવસીય શ્રીરામ કથા યોજાશે.

પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી ઉદાસીન કાર્ષ્ણી આશ્રમ, શ્રી રમણરેતી ધામ, મહાવન-ગોકુલ-મથુરા ખાતે તા.૧૯ને ગુરૂવારે સાંજે ૪ વાગ્યે ૮પ૧ મી શ્રીરામકથાનો પ્રારંભ થશે અને પ્રથમ દિવસે પૂ. મોરારીબાપુ સાંજના ૭ વાગ્યા સુધી શ્રીરામ કથાનું રસપાન કરાવશે.

જયારે તા.ર૦ને રવિવારથી તા.ર૯ નવેમ્બરને રવિવાર સુધી દરરોજ સવારે ૯.૩૦ થી ૧ વાગ્યા સુધી શ્રીરામ કથાનું રસપાન કરાવશે. આ કથામાં રૂબરૂ ભાવીકોને ન પધારવા અપીલ કરાઇ છે તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે.

(2:46 pm IST)