Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ર૦ વર્ષ પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય યુવક પોતાની ભાષા ભુલી ગયોઃ હિન્દીમાં કરે છે વાત

નવી દિલ્હી તા. ૧૪: ભારતનો એક જવાન ભૂલથી ર૦ વર્ષ પહેલા પાકિસ્તાનની બોર્ડર પાર કરી જતા જેલમાં બંધ કરી દેવાયા બાદ ગઇકાલે પોતાના ઘરે ઓડીશાના સુંદરગઢ પહોંચ્યો હતો. માનસીક રૂપે અસ્થીર બીરજુને ભારત માટે જાસુસી કરવાના આરોપસર જેલમાં પુરી દેવાયો હતો. રહસ્યમય રીતે ગુમ થવા છતાં પરિજનોએ તેની ફરિયાદ નોંધાવી ન હતી.

જીલ્લા તંત્રની ટીમે ગત સપ્તાહે તેને તેના ગામ પહોંચાડવા અમૃતસર ગઇ હતી. બીરજુને અહીં કોરન્ટાઇન કરાયો હતો. ર૦ વર્ષ પછી ભાઇને જોઇને બહેન ભાવુક થઇ હતી.

આટલા વર્ષો પાકિસ્તાની જેલમાં રહેવાથી બીરજુ ઉડીયા અને જનજાતીય બોલી સાદરી ભૂલી ચૂકયો છે. તે હિન્દીમાં વાત કરે છે પાકિસ્તાન દ્વારા બીરજુ સાથે યુધ્ધબંધી જેવો વર્તાવ કરાયેલ. ર૬મીએ પાકિસ્તાન દ્વારા તેને છોડી મુકવાનો નિર્ણય કરાયેલ.

(2:47 pm IST)