Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સોમવારથી મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી : માસ્ક પહેરીને જ જવું પડશે

દર્શનાર્થીઓને સરકાર તરફથી જાહેર ગાઇડલાઇન્સનું પાલન કરવુ પડશે

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળ ખોલવાની પરવાનગી આપી છે. મહારાષ્ટ્ર સરકારે શરતો સાથે 16 નવેમ્બરથી શરતો સાથે તમામ મંદિર ખોલવાની પરવાનગી આપી છે. મંદિરોમાં પહોચનારા દર્શનાર્થીઓને સરકાર તરફથી જાહેર ગાઇડલાઇન્સનું પાલન કરવુ પડશે. મંદિરોમાં માસ્ક પહેરીને જ જવાની પરવાનગી આપવામાં આવશે.

સરકાર તરફથી આ આદેશ પણ આપવામાં આવ્યો છે કે સોશિયલ ડિસ્ટસિંગના નિયમનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે. મંદિરોમાં વધુ ભીડ ના હોય. મહારાષ્ટ્ર સરકારના આદેશ જાહેર કર્યા બાદ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટના આદેશ બાંદેકરે કહ્યુ કે આદેશની કોપી 15 નવેમ્બરે મળશે.

સિદ્ધિવિનાયક ટ્રસ્ટના આદેશ બાંદેકરે એમ પણ જણાવ્યુ કે આદેશની કોપી મળ્યા બાદ મીટિંગ બોલાવવામાં આવશે, તેમણે કહ્યુ કે ઘણી હદ સુધી સંભવ છે કે મંદિર એક દિવસ બાદ ખુલી જશે. મહત્વપૂર્ણ છે કે મંદિર ખોલવાના મુદ્દે વિપક્ષે મોરચો ખોલી દીધો હતો. જેને લઇને રાજ્યપાલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો

(6:27 pm IST)