Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

બિહારનો તાજ કોના શિરે રાજનાથસિંહની હાજરીમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામ થશે ફાઇનલ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રવિવારે પટણામાં NDA વિધાયક દળની બેઠકમાં હાજર રહેશે

બિહારમાં નવી સરકારના નેતાની ચૂંટણી માટે રવિવારે NDAના ધારાસભ્યોની બેઠક પટણામાં મળશે. આ બેઠકમાં નીતિશ કુમારને NDAના નેતા પસંદ કરતા તેમણે ફરી મુખ્યમંત્રી બનાવવા પર મોહર લગાવવાની સંભાવના કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ રવિવારે પટણામાં NDA વિધાયક દળની બેઠકમાં હાજર રહેશે. મહત્વપૂર્ણ છે કે ભાજપે સ્પષ્ટ કહ્યુ છે કે બેઠક કોઇની કેટલી પણ હોય,નીતિશ જ નવી સરકારનું નેતૃત્વ કરશે. NDA Meeting

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોપી દીધુ છે. કેબિનેટની બેઠકમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણ બાદ તેમણે પોતાનું રાજીનામું બિહારના રાજ્યપાલને સોપી દીધુ છે. આ પહેલા NDA ગઠબંધનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ગઠબંધન હવે દિવાળી બાદ પોતાનો નવો નેતા પસંદ કરશે. મુખ્યમંત્રી નીતિશ કુમારના ઘરે બોલાવવામાં આવેલી બેઠક 15 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યુ કે હવે 15 નવેમ્બર એટલે રવિવાર બપોરે 12.30 વાગ્યે એનડીએના ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં નવો નેતા ચૂંટવામાં આવશે. બેઠક બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. નીતિશ કુમારે શુક્રવારે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોપ્યુ હતું. રાજ્યપાલે તેમણે નવી સરકારની રચના સુધી કાર્યવાહક મુખ્યમંત્રી બની રહેવા કહ્યુ હતું. NDA Meeting

બિહારના ચૂંટણી પરિણામોમાં NDA ગઠબંધનને 243 બેઠક ધરાવતી વિધાનસભામાં 125 બેઠક મળી છે. NDAમાં ભાજપ 74 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી બની છે. જ્યારે જેડીયુને માત્ર 43 બેઠક મળી છે. 2015ની ચૂંટણીમાં જેડીયુને 71 બેઠક મળી હતી. ગઠબંધનમાં મુકેશ સાહનીને વીઆઇપી અને જીતન રામ માંઝીની પાર્ટી હમને 4-4 બેઠક મળી છે. નીતિશ કુમાર પહેલા જ કહી ચુક્યા છે કે નવી સરકારના વિધાયક દળના નેતાની ચૂંટણી NDA કરશે. જીત બાદ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં નીતિશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે તેમણે ખુદ ક્યારેય દાવો નહતો કર્યો કે તે રાજ્યના મુખ્યમંત્રી હશે.

(8:01 pm IST)