Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જવાનની પત્ની પતિને નણંદના અશ્લિલ ફોટા મોકલતી હતી

મધ્ય પ્રદેશના ઈન્દોરના મહૂની ચકચારી ઘટના : અલગ વોટ્સએપ નંબરથી બહેનની અશ્લિલ તસવીરો મોકલવામાં આવતી હોવાની સાઈબર સેલમાં ફરિયાદ

ઈન્દોર, તા.૧૪ : પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને દેશની સરહદના રખોપા કરતા સેનાના જવાનને તેની ધર્મપત્ની ગંભીર રીતે બ્લેકમેઈલ કરતી હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. જવાનની પત્ની પોતાની સગી નણંદ એટલે કે પતિની સગી બહેનના અશ્લિલ ફોટા મોકલાવતી હતી.

ઘટના મધ્ય પ્રદેશના ઇન્દોરની છે. એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક મહિલા પોતાના ફોજી પતિને બ્લેકેઈલ કરતી હતી. ઘટનાનો ખુલાસો થયા બાદ પોલીસે પત્નીની ધરપકડ કરી હતી બનાવ ઇન્દોરના મહૂનો છે. રાજ્ય સાઇબર સેલ પોલીસ અધિક્ષક જિતેન્દ્ર સિંહે મામલે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરે મહૂમાંથી એક અરજી મળી હતી. એક સૈનિકને તેની બહેનની અશ્લિલ તસવીરો મોકલવામાં આવતી હતી. બધા ફોટો અલગ અલગ વોટ્સ એપ નંબર ઉપરથી મોકલવામાં આવતા હતા.

આરોપી બીજું કોઈ નહીં સૈનિકની પત્ની હતી. આરોપી મહિલાનું લોકેશન જબલપુર બતાવી રહ્યું હતું. ત્યારબાદ પોલીસની ટીમ સક્રિય થઈ હતી. મહિલાને જબલપુરથી ઝડપી લેવામાં આવી હતી. મહિલાની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેનો પતિ સેનામાં છે. મહિલાએ જણાવ્યું હતું કે, તે આમ એટલા માટે કરતી હતી કારણ કે, તેનો અને પતિ વચ્ચે છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. તે પતિનું રાજીનામું ઈચ્છતી હતી. એટલા માટે પોતાની નણંદના અશ્લિલ ફોટો અલગ અલગ નંબરોથી પતિને મોકલતી હતી. મહિલાના ભાઈ વિરુદ્ધ ૨૦૧૯માં રાજ્ય સાઈબર સેલમાં એક કેસ નોંધાયો છે. મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.

(8:30 pm IST)