Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દેશભરમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી: પ્રકાશ પર્વે જનજનમાં હર્ષોલ્લાસ છવાયો :રંગબેરંગી રોશનીના અનેરા શણગાર:વિવિધતામાં એકતામાં દર્શન

દિલ્હીના સંસદ ભવનની બિલ્ડિંગ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને પણ શણગારાયો :અરવિંદ કેજરીવાલે અક્ષરધામ મંદિરમાં ઉતારી આરતી: અમૃતસરનું સૂવર્ણમંદિર પણ દિવાળીના રંગમાં રંગાયુ: પશ્ચિમ બંગાળના હાવડા બ્રિજને રોશનીથી શણગારાયો

નવી દિલ્હી : પ્રકાશ પર્વના દેશભરમાં વધામણાં થઇ રહ્યાં છે  દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દીવાના આ તહેવાર પર લોકોએ એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. દિવાળીના પ્રસંગે કોરોના કાળમાં પણ લોકો ખરીદી કરવા માટે બજારમાં પહોચ્યા હતા. દિલ્હીના કેટલાક બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.

અમૃતસરનું સૂવર્ણમંદિર પણ દિવાળીના રંગમાં રંગાયુ હતું. દિવાળીના પર્વમાં વિવિધતામાં એકતા જોવા મળી હતી. lebration

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્ની સાથે અક્ષરધામ મંદિરમાં આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી અને દિવાળીની શુભકામના પાઠવી હતી

દિલ્હીના સંસદ ભવનની બિલ્ડિંગ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને પણ શણગારવામાં આવી હતી

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં બાંદીછોર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે આકાશી ફટાકડાને કારણે સુવર્ણ મંદિરનો નજારો જોવા લાયક હતો.

વાઇસ પ્રેસિડેન્ટ વૈકેયા નાયડુએ પરિવાર સાથે હૈદરાબાદમાં દિવાળીની ઉજવણી કરી હતી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ એક દિવો સેનાના જવાનોને અર્પણ કરવાની માંગને પૂર્ણ કરતા દિવાળીની ઉજવણી કરી હતી

પશ્ચિમ બંગાળના હાવડા બ્રિજને શણગારવામાં આવ્યો હતો

(10:34 pm IST)