Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કલકતાના ન્યુટાઉન પાસે ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ : ફાયર ફાયટરની 5 ગાડીઓ ઘટનાસ્થળે

ઝુંપડપટ્ટીમાં લાગેલી આગમાં ઘણા ઘરો ખાખ થઈ ગયાં

કલકતાના ન્યુ ટાઉન વિસ્તારની પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં આગ લાગવામાં સમાચાર મળી રહ્યાં છે. ઝુંપડપટ્ટીમાં આગ લાગવાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પાંચ જેટલા ફાયર ફાઈટર પહોંચી ગયાં છે અને આગને કાબુમાં લેવાની કામ કરી રહી છે

જાણકારી પ્રમાણે ઝુંપડપટ્ટીમાં લાગેલી આગમાં ઘણા ઘરો ખાખ થઈ ગયાં છે. જો કે, કેટલીક નુકશાની થઈ છે આ આગ આખરે કેવી રીતે લાગી અને ફેલાઈ તે અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે.

(10:35 pm IST)