Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા સુશ્રી કમલા હેરિસે બાળપણના ફોટા શેર કર્યા : પોતાના ઘડતરમાં માતાનો પ્રભાવ હોવાનું જણાવ્યું

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસે બાળપણના ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા હતા.

અમેરિકાના ઉચ્ચ પદ ઉપર સૌપ્રથમ એશિયન અમેરિકન તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ ધરાવતા સુશ્રી હેરિસે જણાવ્યું હતું કે તેમના ઘડતરમાં તેમની માતાનો બહુ મોટો પ્રભાવ છે.

તેમણે જણાવ્યું હતું કે તેમના માતા પિતા પોતાના તથા નાની બહેન માયાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકામાં આવી વસ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુશ્રી કમલાના પિતા જમૈકન હતા જયારે માતા ભારતીય મૂળના હતા.જેઓ ભારતના તામિલનાડુના વતની હતા.

(7:18 pm IST)