Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

અમારી પાસે 41 ધારાસભ્યોની યાદી : ભાજપમાં સામેલ કરું તો મમતા સરકાર ગબડી પડશે : કૈલાશ વિજયવર્ગીય

કોઇની છબી ખરાબ છે તો અમે તેને પાર્ટીમાં સામેલ નહી કરીયે

 

કોલકતા : પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કહ્યુ કે, અમારી પાસે 41 ધારાસભ્યોની યાદી છે, જે ભાજપમાં આવવા માંગે છે, તેમણે કહ્યુ કે જો લોકો ભાજપમાં આવ્યા તો અહીની સરકાર પડી જશે. વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઇ ભાજપ અને મમતાની તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સતત એક બીજા પર આરોપ મુકવામાં આવી રહ્યા છે.

વિજયવર્ગીયે કહ્યુ, “જે ધારાસભ્યોની અમારી પાસે યાદી છે, જો તેમણે ભાજપમાં સામેલ કરી લઉં, તો બંગાળમાં સરકાર પડી જશે. અત્યારે અમે એમ જોઇ રહ્યા છીએ કે કોને લેવા છે અને કોને નથી લેવા. જો કોઇની છબી ખરાબ છે તો અમે તેને પાર્ટીમાં સામેલ નહી કરીયે. હવે બધાને લાગી રહ્યુ છે કે મમતા સરકાર જઇ રહી છે.

પોતાના કાફલા પર હુમલાના એક મહિના બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા 9 જાન્યુઆરીએ ફરી બંગાળ પ્રવાસે હતા. નડ્ડાએ વર્ધમાનની સભામાં કહ્યુ હતું કે મુખ્યમંત્રી મમતા બેનરજીની જમીન ખસકી ગઇ છે. નડ્ડાએ કહ્યુ હતું કે, મારા જેવી પ્રોટેક્સીને પ્લાનિંગ સાથે રસ્તો રોકીને એટેક કરવામાં આવી શકે છે. બતાવે છે કે અહી લૉ એન્ડ ઓર્ડર એક માણસ માટે કેવો છે. અહી 300 ભાજપ સમર્થકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મે ખુદ 100 લોકોનું બાગ બાજાર ઘાટ પર જઇને તર્પણ કર્યુ હતું

નડ્ડાએ વર્ધમાનમાં ભાજપના એક મુઠ્ઠી ચોખા અભિયાનની શરૂઆત પણ કરી હતી, તેમણે મમતાની તૃણમૂલને તિરપાલ ચોર ગણાવ્યા હતા. અમ્ફાન તોફાન સમયે લોકોને અસ્થાઇ ઘર બનાવવા માટે કેન્દ્રએ તિરપાલ મોકલ્યા હતા. TMCના લોકો પર તિરપાલોને પોતાના ઘરમાં રાખવાના આરોપ લાગ્યા હતા

19 ડિસેમ્બરે TMC છોડી ચુકેલા અને મમતાના ખાસ પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારી ભાજપમાં જોડાઇ ગયા હતા, તેમની સાથે સાંસદ સુનીલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 MLA પણ ભાજપ જોઇન કરી હતી, જેમાંથી 5 ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસના હતા

(9:53 pm IST)