Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

યુઝરની પ્રાઈવેટ ચેટ સુરક્ષિત:નવી પોલિસીની અસર બિઝનેસ અકાઉન્ટ્સમાં થશે : વોટ્સએપની ચોખવટ

બિઝનેસ ચેટ મિત્રો અથવા પરિવારની સાથે ચેટિંગ કરતાં એકદમ અલગ :ફોન, ઈમેલ અથવા વ્હોટ્સએપથી બિઝનેસ કમ્યુનિકેશન પર કંપનીની નજર રહેશે

 

નવી દિલ્હી : નવી લઈને વોટ્સએપએ ચોખવટ કરી છે  તેમને કહ્યું કે, પોલિસીથી યુઝરના પ્રાઈવેટ મેસેજને કોઈ જોખમ નથી. એટલે કે ફ્રેન્ડ્સ અથવા ફેમિલીની સાથે કરવામાં આવતી ચેટ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. અપડેટ માત્ર બિઝનેસ અકાઉન્ટ્સમાં મોકલવામાં આવેલા મેસેજને અસર કરશે. તે ઓપ્શન ફીચર છે.

કંપનીએ પોતાના FAQ પેજને 12 જાન્યુઆરીએ અપડેટ કરતાં જણાવ્યું કે, દરરોજ દુનિયાભરના લાખો પોતાના બિઝનેસને લઈને તેમના ગ્રાહકો સાથે વ્હોટ્સએપ પર વાત કરે છે. વ્હોટ્સએપ બિઝનેસ તેને વધુ સરળ બનાવે છે. બિઝનેસ કમ્યુનિકેશન યુઝ પર ફેસબુકે કહ્યું કે, તેઓ દરેક વાતને લઈને સ્પષ્ટ રહેશે.

ફેસબુકના જણાવ્યા પ્રમાણે, બિઝનેસ ચેટ મિત્રો અથવા પરિવારની સાથે ચેટિંગથી તદ્દન અલગ છે. કેટલાક મોટા બિઝનેસને પોતાના કમ્યુનિકેશનને મેનેજ કરવા માટે હોસ્ટિંગ સર્વિસની જરૂર હોય છે. સર્વિસથી વ્હોટ્સએપ પર ચેટને મેનેજ કરવી, ગ્રાહકોના સવાલોના જવાબ આપવા માટે કરવામાં આવે છે. તેનાથી સરળતાથી રસીદ મોકલી શકાય છે.

કંપનીએ પણ સ્પષ્ટ કર્યું છે કે ફોન, ઈમેલ અથવા વ્હોટ્સએપથી બિઝનેસ કમ્યુનિકેશન કરવા પર તેની નજર રહેશે. જેને તેઓ પોતાના માર્કેટિંગ માટે ઉપયોગ કરી શકે છે. તે સિવાય તેનો ઉપયોગ ફેસબુક એડ માટે પણ કરવામાં આવી શકે છે. ગ્રાહકોની સુવિધા માટે કંપની તે ચેટને લેબલ કરશે, જે ફેસબુકની હોસ્ટિંગ સર્વિસનો ઉપયોગ કરશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, અમે ગત વર્ષે ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે વ્હોટ્સએપ લોકો માટે ખરીદીને સરળ બનાવવા માગે છે. લોકો એપની મદદથી ડાયરેક્ટ ખરીદારી કરી શકશે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે ચેટિંગ માટે કરે છે. આવી સ્થિતિમાં તેમના બિઝનેસને પણ વેગ મળશે.

નવી પોલિસીમાં જણાવાયું છે કે, અમારી સર્વિસને ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપનું જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરો છો, કંપની તેને ક્યારે પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. યુઝર્સને પોલિસી પર સંમત થવું પડશે. તે 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થઈ રહી છે. તારીખ બાદ તેને એગ્રી કરવી જરૂરી હશે. જો એગ્રી નહી થાવ તો અકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકો. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો.

(10:08 pm IST)
  • એ.કે.શર્મા ઉત્તરપ્રદેશમાં ભાજપના ઉમેદવાર બન્યા : ધારાસભ્ય બની પ્રધાન બનશે? : તાજેતરમાં સીનીયર આઈએએસ ઓફીસર અને ગુજરાત કેડરના શ્રી એ.કે. શર્માએ વીઆરએસ લઈ નિવૃતિ જાહેર કરી હતી. તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલ ઉપલા ગૃહની ચૂંટણીમાં એમએલસી (ધારાસભ્ય) પદ માટે તેમના નામની જાહેરાત થઈ છે. તેઓ યોગી સરકારમાં મહત્વના પદ ઉપર પ્રધાન બની રહ્યાનું નિશ્ચિત મનાય છે. access_time 3:21 pm IST

  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST