Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ક્રિટિક્સ ચોઈસ અવોર્ડ્સ માટે નોમિનેશન જાહેર : બેસ્ટ એક્ટરની કેટેગરીમાં પ્રતીક ગાંધી સામેલ

વેબ સીરિઝના નોમિનેશનમાં સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી, પાતાલ લોક, આર્યા, સ્પેશ્યલ ઑપ્સ, પંચાયતના નામ સિલેક્ટ

મુંબઈ : ક્રિટિક્સ ચોઈસ અવોર્ડ્સે તેની ત્રીજી સીઝનના નોમિનેશન અનાઉન્સ કરી દીધા છે. આ એવોર્ડ્સની ગત બે સિઝનની સફળતા બાદ 'ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ' અને 'મોશન કંટેટ ગ્રુપ', 'વિસ્ટાસ મીડિયા કેપિટલ' ની સાથે મળીને આ એવોર્ડ સેરેમનીની ત્રીજી સીઝન માટે ફરી સાથે આવ્યા છે. જેમાં વેબ સીરિઝના નોમિનેશનમાં સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી, પાતાલ લોક, આર્યા, સ્પેશ્યલ ઑપ્સ, પંચાયતના નામ સિલેક્ટ કરવામાં આવ્યા છે. જ્યારે બેસ્ટ એક્ટરની કેટેગરીમાં પ્રતીક ગાંધી, પાતાલલોક માટે જયદીપ અહલાવત, સ્પેશલ ઓપ્સ માટે કે.કે.મેનન, મિર્ઝાપુર સીઝન 2 માટે દિવ્યેન્દુ શર્મા, અને આશ્રમ માટે બોબી દેઓલને નોમિનેટ કરવામાં આવ્યા છે.

(10:10 pm IST)