Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

આ વખતે કોઇ પણ વિદેશી ચીફ ગેસ્ટ વગર પ્રજાસત્તાક દિવસ :સરકારે મોહર લગાવી દીધી

અગાઉ પણ ત્રણ વખત આવુ બની ચુક્યુ છે, જ્યારે 26 જાન્યુઆરીની પરેડ વિદેશી ચીફ ગેસ્ટ વગર માનવાઈ હતી

નવી દિલ્હી : કોરોના વાઇરસના કારણે આ વખતે પ્રજાસત્તાક દિવસે કોઇ પણ વિદેશી ચીફ ગેસ્ટ નહીં હોય. આ વખતે 26 જાન્યુઆરીએ પરેડ માટે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ચીફ ગેસ્ટ તરીકે આવવાના હતા, પરંતુ ત્યાં મળેલા નવા સ્ટ્રેન અને લોકડાઉનના કારણે બોરિસ જોનસને ભારત આવવાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. ત્યારબાદ કહેવામાં આવી રહ્યુ હતુ કે આ વખતે ચીફ ગેસ્ટ વગર પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવી શકે છે, જેના પર હવે સરકારે મોહર લગાવી દીધી છે

આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ પર કોઇ પણ વિદેશી મેહમાન જોવા નહીં મળે. પરંતુ આવુ પ્રથમ વખત નથી બની રહ્યુ. અગાઉ પણ ત્રણ વખત આવુ બની ચુક્યુ છે, જ્યારે 26 જાન્યુઆરીની પરેડ વિદેશી ચીફ ગેસ્ટ વગર મનાવવામાં આવી હોય. વર્ષ 1952, 953 અને ત્યાર બાદ 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના નિધનના કારણે કોઇ મહેમાનને આમંત્રણ અપાયુ ના હતુ. .

(11:39 pm IST)
  • પૂણે-બેંગલોર હાઇવે પર ગોવા જઈ રહેલા પર્યટકોની મિનિ બસને ગમખ્વાર અકસ્માત : 11 લોકોના મોત: ગોવા જઈ રહેલા પર્યટકોની બસનો નડ્યો ગમખ્વાર અકસ્માત access_time 11:52 am IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST