Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કૃષિ કાયદા અંગેની સુપ્રીમકોર્ટની કમીટીથી અલગ થયા ભૂપિન્દરસિંહ માન

ચાર સભ્યોની કમિટીમાંથી ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિના અધ્યક્ષ ભુપિન્દરસિંહ માને પોતાને અલગ કર્યા

નવી દિલ્હી,તા. ૧૫: કિસાન આંદોલનને લઈને બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટના ચાર સભ્યોની કમિટીમાંથી ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિના અધ્યક્ષ ભુપિન્દર સિંહ માને ખુદને અલગ કરી લીધા છે.

હકીકતમાં ભુપિન્દર સિંહ માનના નામ પર શરૂઆતથી વિવાદ થઈ રહ્યો હતો. આંદોલન કરી રહેલા કિસાનોનું કહેવું હતું કે ભુપિન્દર સિંહ માન પહેલા જ ત્રણેય કૃષિ કાયદાનું સમર્થન કરી ચુકયા છે.

ભુપિન્દર સિંહ માને સમિટીમાં સામેલ કરવા માટે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યકત કર્યો. તેમણે આગળ લખ્યું કે, એક કિસાન અને સંગઠનનો નેતા હોવાને નાતે હું કિસાનોનું ભાવના જાણુ છું. હું મારા કિસાન અને પંજાબ પ્રત્યે વફાદાર છું. તેના હિતોમાં કોઈ સમજુતી ન કરી શકું. હું એ માટે કોઈપણ મોટા પદ કે સન્માનની બલી ચઢાવી શકુ છું. હું કોર્ટ તરફથી આપવામાં આવેલી જવાબદારી ન નિભાવી શકુ. હું ખુદને કમિટીમાંથી અલગ કરુ છું.

માને પોતાને અલગ પાડ્યા પછી સમિતિના હવે ત્રણ સભ્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના ડો પ્રમોદકુમાર જોશી, કૃષિ અર્થશાસ્ત્રી અને કૃષિ ખર્ચ અને ભાવો માટેના આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અશોક ગુલાટી, શેતકારી સંસ્થાના અધ્યક્ષ અનિલ ઘનવતનો સમાવેશ થાય છે.

(9:51 am IST)