Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

SpiceJetની શાનદાર ઓફરઃ માત્ર ૮૯૯ રૂપિયામાં કરો હવાઈ યાત્રા

પેસેન્જરોને આકર્ષવા માટે સ્પાઇસ જેટ Book Befikar Sale લઈને આવી છે, ૧૭ જાન્યુઆરી પહેલા કરો બુકિંગ

નવી દિલ્હી,તા. ૧૫: કોરોના મહામારીને કારણે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પેસેન્જરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. એવામાં પેસેન્જરોને આકર્ષવા માટે SpiceJet એક સ્પેશલ ‘Book Befikar Sale’ લઈને આવી છે. આ સેલ હેઠળ ડોમેસ્ટિક મુસાફરીનું ભાડું ૮૯૯ રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે. નોંધનીય છે કે ટિકિટનું બુકિંગ આજે (૧૩ જાન્યુઆરી)થી શરૂ થઈ ગયું છે, જે ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ બંધ થશે. સેલ હેઠળ ટિકિટ બુકિંગ પર ૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના વચ્ચે મુસાફરી કરી શકાશે.

Book Befikar Saleમાંડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ભાડું ૮૯૯ રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે. આ ઉપરાંત કોઈ ચાર્જ લીધા વગર ટિકિટની તારીખ બદલી શકાશે અને કેન્સલ કરવાની પણ સુવિધા આપવામાં આવી રહી છે. કંપનીએ વધુમાં વધુ પેસેન્જરોને આકર્ષવાના પ્રયાસમાં આ ઓફર હેઠળ એક મફત ટિકિટ વાઉચર અલગથી આપવાની ઘોષણા કરી છે.

કંપનીએ જણાવ્યું કે ફ્લાઇટ વાઉચરની કિંમત બુક કરવામાં આવેલી ટિકિટના બેઝ ભાડા જેટલી હશે. ગ્રાહક જયારે પણ આ સેલ ઓફર હેઠળ ટિકિટનું બુકિંગ કરશે તો તેને મહત્ત્।મ ૧૦૦૦ રૂપિયા પ્રતિ બુકિંગનું વાઉચર મળશે. આ વાઉચરનો ઉપયોગ ભવિષ્યમાં ટિકિટ બુકિંગ માટે કરી શકાશે.

આ ફ્લાઇટ વાઉચર ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી વેલિડ હશે. તે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ ઉપર જ લાગુ થશે. આ વાઉચરને ઓછામાં ઓછા ૫,૫૦૦ રૂપિયાની ઓછામાં ઓછી લેવડ-દેવડની સાથે નવેસરથી બુકિંગ કરાવવા ઉપયોગમાં લઈ શકાય છે.

આ ઓફરની તમામ જાણકારી એરલાઇને પોતાની વેબસાઇટ www.SpiceJet.com પર આપી છે. સ્પાઇસજેટે કહ્યું કે, આ છૂટ માત્ર એરતરફી ભાડા પર લાગુ થશે. આ ઓફરને કોઈ અન્ય ઓફરની સાથે જોડી નહીં શકાય અને ન તો ગ્રુપ બુકિંગ પર તે લાગુ થશે.

(9:50 am IST)
  • ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પોતાને મળતા પગારમાંથી 1.11 લાખ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે આપ્યા : ભારત ભક્તિ અખાડા તરફથી 11 લાખ રૂપિયાનું દાન આપ્યું : વિશ્વ હિન્દૂ પરિષદને ચેક આપતી વખતે મંદિર નિર્માણમાં તેઓના સહયોગને બિરદાવ્યું access_time 6:27 pm IST

  • અમેરીકામાં કોરોનાના કહેરના પગલે ૧૦ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ : અમેરિકાના ઓન્ટેરીયો પ્રાંતમાં કોરોનાના કહેરને કારણે ૨૮ દિવસની કટોકટી લદાઈઃ પ્રાંતના તમામ લોકોને ઘરે રહેવા આદેશો : ટોરોન્ટો, ન્યુ યોર્ક હેમિલ્ટન, વિન્ડસર-આઇસેકસ જેવા પ્રાંતોમાં શાળાઓ ૧૦ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. access_time 1:26 pm IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST