Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કૈલાસ માનસરોવર યાત્રા બનશે વધારે સરળ:ભારતીય વિસ્તારમાં મળશે વાહનની સુવિધા

નાભિઢાંગ અને જોલીકાંગ સુધી નવો રસ્તો: મુસાફરીનો સમયગાળો 24 દિવસ ઘટી જશે.

નવી દિલ્હી : વિશ્વ વિખ્યાત કૈલાસ માનસરોવર યાત્રામાં હવે ભક્તોને હિમાલય ક્ષેત્રના 100 કિલોમીટરના ખરાબ રસ્તાઓમાંથી પસાર થવું પડશે નહીં અને મુસાફરીનો સમયગાળો 24 દિવસ ઘટી જશે. નાભિઢાંગ અને જોલીકાંગ સુધી નવો રસ્તો બનવાથી આ શક્ય બન્યું છે. કુમાઉ મંડળ વિકાસ નિગમ વર્ષ-1981 થી કુમાઉના રસ્તે કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે અને 1991 થી આદિ કૈલાસ યાત્રા યોજવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં દસ હજારથી વધુ ભક્તો યાત્રા કરી ચુક્યા છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારી યાત્રા દિલ્હીથી શરૂ થાય છે અને કાઠગોદામ, અલ્મોડા જાગેશ્વરથી પીથૌરાગઢના હિમાલય ક્ષેત્રમાંથી પસાર થાય છે. ભક્તોને આરોગ્ય પરીક્ષણ પછી જ યાત્રાની મંજૂરી આપવામાં આવે છે.

હિમાલયના ક્ષેત્રમાં સો કિલોમીટરથી વધુની પગપાળા મુસાફરીને કારણે ઘણા ભક્તો યાત્રામાં જવાનું ટાળતા હતા, પરંતુ નવા માર્ગનું નિર્માણ થતા યાત્રા સરળ થઈ જશે. નવો માર્ગ બનતા મુસાફરી પગપાળાના બદલે વાહન દ્વારા કરી શકાશે. નામિકના સૌથી નીચલા ગામ સુધી રસ્તાની સુવિધા શરૂ થઈ છે.

(11:54 am IST)