Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

આજે આર્મી દિવસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ સૈનિકોને શુભેચ્છા પાઠવી

દેશ તમામ વીર જવાનો અને તેમના પરિવારોનો ઋણી રહેશે જેમણે દેશના રક્ષણ માટે બલિદાન આપ્યું

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ 73 માં આર્મી દિવસ પર તમામ બહાદુર સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને રાષ્ટ્ર માટે સર્વોત્તમ બલિદાન આપનારા બહાદુરોને યાદ કર્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ દેશ તમામ વીર જવાનો અને તેમના પરિવારોનો ઋણી રહેશે જેમણે દેશના રક્ષણ માટે બલિદાન આપ્યું છે.

રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ટ્વીટ કર્યું છે કે, આર્મી ડે પર ભારતીય સૈન્યના તમામ જવાનોને શુભેચ્છાઓ. આ દેશ સૈનિકોને તેમની હિંમત અને સર્વોચ્ચ બલિદાન માટે હંમેશા યાદ રાખશે. હિન્દુસ્તાન હંમેશા આ બહાદુર પુત્રોના કુટુંબનું ઋણી રહેશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સૈન્ય દિવસ નિમિત્તે ટ્વીટ કર્યું કે, આર્મી ડે પર મા ભારતીના બચાવમાં દરેક ક્ષણે દેશના શકિતશાળી સૈનિકો અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપણી સૈન્ય સશક્ત, હિંમતવાન અને સંકલ્પબદ્ધ છે, જેણે હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે. દેશની જનતા વતી ભારતીય સૈન્યને મારા નમસ્કાર.

(11:55 am IST)
  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • એ.કે.શર્મા ઉત્તરપ્રદેશમાં ભાજપના ઉમેદવાર બન્યા : ધારાસભ્ય બની પ્રધાન બનશે? : તાજેતરમાં સીનીયર આઈએએસ ઓફીસર અને ગુજરાત કેડરના શ્રી એ.કે. શર્માએ વીઆરએસ લઈ નિવૃતિ જાહેર કરી હતી. તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલ ઉપલા ગૃહની ચૂંટણીમાં એમએલસી (ધારાસભ્ય) પદ માટે તેમના નામની જાહેરાત થઈ છે. તેઓ યોગી સરકારમાં મહત્વના પદ ઉપર પ્રધાન બની રહ્યાનું નિશ્ચિત મનાય છે. access_time 3:21 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST