Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

શ્રીરામ જન્મભુમિ નિધિ સમર્પણ મહાઅભિયાનનો આરંભ : ૨૭ ફેબ્રુઆરી સુધીમાં જન જનનો સંપર્ક

સંઘ અને સહયોગી સંગઠનની ટીમો દેશ ઘુમી વળશે : ૧૩ કરોડ પરિવારોને જોડવામાં આવશે

અયોધ્યા તા. ૧૫ : શ્રીરામ મંદિર નિર્માણમાં જન જનને જોડવા 'શ્રીરામ જન્મભુમિ નિધિ સમર્પણ મહાઅભિયાનનો આજે શુક્રવારથી પ્રારંભ થઇ ચુકયો છે.  ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ અભિયાનમાં દેશના ૧૩ કરોડ પરિવારોને આવરી લેવાશે.

આ માટે સંઘ અને સહયોગી સંગઠનના ૪૦ લાખ કાર્યકરો ઘરે ઘરે સંપર્ક અભિયાન ચલાવશે. વિશ્વનું આ સૌથી મોટુ અભિયાન ગણાવશે.

સમર્પણ અભિયાનનું નેતૃત્વ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસીચવ ચંપતરાય તેમજ કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગીરી સંભાળી રહ્યા છે. અભિયાનના મોનીટરીંગ માટે વિહિપે એક ખાસ એપ્લીકેશન પણ બનાવી છે.

અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ અર્થે શરૂ કરાયેલ આ ધન સંગ્ર મહાઅભિયાન ૪૫ દિવસ ચાલશે.

અભિયાનના પ્રમુખ ધીરેશ્વર અને ઉપપ્રમુખ બાલેન્દ્ર ભુષણસિંહે સંયુકત નિવેદનમાં જણાવ્યુ છે કે આજે ૧૫ જાન્યુઆરીના નગરના તમામ સ્થળોએ મોટા કાર્યક્રમો સાથે આ અભિયાનને વેગ અપાયો હતો. જેમાં નગરના પ્રતિષ્ઠિત લોકોને સામેલ કરવામાં આવ્યા છે. નગર કાર્યક્રમ બાદ જુદી જુદી વસ્તીમાં ફરી લોકોનો સંપર્ક શરૂ કરાશે.

(11:57 am IST)