Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ઇન્ડિયન ઓઇલની તત્કાલ સેવા

ગેસ સિલિન્ડર બુક કરાવ્યા પછી અડધા કલાકમાં હોમ ડિલિવરી

નવી દિલ્હી, તા.૧૫: હવે રાંધણ ગેસનું સિલિન્ડર મેળવવા માટે બુકિંગ પછી દિવસો સુધી રાહ જોવી નહીં પડે. બુકિંગ પછી ત્રીસથી ચાલીસ મિનિટોમાં સિલિન્ડરની હોમ ડિલિવરી મળશે. ઇન્ડિયન ઓઇલ કંપનીએ રાંધણ ગેસ એટલે કે લિકિવડ પેટ્રોલિયમ ગેસના સિલિન્ડરની ડિલિવરી માટે તત્કાલ સેવા શરૂ કરી છે.

આ તત્કાલ સેવા પ્રારંભિક તબક્કામાં દરેક રાજયના એક શહેર કે એક જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા વહેલી તકે શરૂ કરવા ઇન્ડિયન ઓઇલ કંપનીના અધિકારીઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કંપનીએ હાલમાં ૧ ફેબ્રુઆરીએ આ સેવા શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સિંગલ ડે ડિલિવરી સર્વિસ માટે ગ્રાહકોએ થોડો એકસ્ટ્રા ચાર્જ ચૂકવવાનો રહેશે. પરંતુ એ ચાર્જ કેટલો રાખવો એ હજી નક્કી કરવામાં આવ્યું નથી. હાલ દેશમાં લિકિવડ પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર્સના ૨૮ કરોડ ગ્રાહકોમાંથી ૧૪ કરોડ ગ્રાહકો ઇન્ડિયન આઙ્ખઇલ કંપનીના ઇન્ડેન ગેસનો વપરાશ કરે છે.

(11:59 am IST)