Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સમગ્ર યુ.એસ.એ માં ૩ મહિના માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાશે ?

નવી દિલ્હીઃ ૨૦મીએ યુ.એસ.એ.ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાયના પગલે નવા પ્રમુખ જો બાયડનનું રાજ શરૂ થઇ જશે ત્યારે સહુ પ્રથમ પગલુ અમેરીકામાં ત્રણેક મહિના માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાશે તેમ આધારભૂત વર્તૂળોમાંથી જાણવા મળે છે. અમેરીકામાં દિવસોથી રોજના ૨ થી ૩ લાખ નવા કોરોના કેસો બહાર આવી રહયા છે અને દરરોજ પંદરસોથી ત્રણ હજાર નવા મૃત્યુ થઇ રહયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક પહેરવાની સંપૂર્ણ છુટ આપી દીધી છે. ત્યારે સમગ્ર યુએસએમાં કોરોના બેકાબુ બની ભયાનક રૂપ ધારણા કરી રહયો છે.

જો બાયડન સત્તા સંભાળતાવેîત કોરોના સામે જંગ શરૂ કરી વ્યાપક અસરકારક પગલા લેશે તેમ જાણવા મળે છે. તેમા માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાશે તેવી યુ.એસ.એ.માં પણ ભારે ચર્ચા છે.

(12:38 pm IST)
  • ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પોતાને મળતા પગારમાંથી 1.11 લાખ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે આપ્યા : ભારત ભક્તિ અખાડા તરફથી 11 લાખ રૂપિયાનું દાન આપ્યું : વિશ્વ હિન્દૂ પરિષદને ચેક આપતી વખતે મંદિર નિર્માણમાં તેઓના સહયોગને બિરદાવ્યું access_time 6:27 pm IST

  • અમેરીકામાં કોરોનાના કહેરના પગલે ૧૦ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ : અમેરિકાના ઓન્ટેરીયો પ્રાંતમાં કોરોનાના કહેરને કારણે ૨૮ દિવસની કટોકટી લદાઈઃ પ્રાંતના તમામ લોકોને ઘરે રહેવા આદેશો : ટોરોન્ટો, ન્યુ યોર્ક હેમિલ્ટન, વિન્ડસર-આઇસેકસ જેવા પ્રાંતોમાં શાળાઓ ૧૦ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. access_time 1:26 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST