Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

નીતી આયોગ-નાણામંત્રાલયની મનાઇ છતા અદાણીને ૬ એરપોર્ટની ફાળવણી !

વર્ષ ર૦૧૯માં થયેલી બિડિંગની પ્રક્રિયા પર અનેક સવાલો ઉભા થયા હતા

નવી દિલ્હી તા.૧પ : અદાણી ગ્રુપે દેશના બીજા સૌથી  મોટા એરપોર્ટની હસ્તગત કર્યું છે એરપોર્ટ ઓથોરીટીએ ૧ર જાન્યુઆરીએ તથા ટેકઓવરની લીલીઝંડી આપી દીધી છે. અમદાવાદના અદાણી ગ્રુપના ૬ એરપોર્ટ માટે સૌથી  મોટી હરાજી લગાવામાં આવી છે. વર્ષ ર૦૧૯માં થયેલી બિડિંગની પ્રક્રિયા પર નીતી આયોગ અને નાણામંત્રાલયે નારાજગી વ્યકત કરી હતી કે એક જ કંપનીને ૬ એરપોર્ટ આપવા જોઇએ નહિ. પરંતુ તેની નજર અંદાજ કરવામાં આવ્યું.

એક અહેવાલ મુજબ રેકોર્ડથી જાણવા મળ્યું છે કે એનડીએ સરકારના સૌથી મોટા પ્રિવેટાઇઝેશન પ્રોગ્રામ હેઠળ અમદાવાદ, લખનૌ, મેંગલોર, જયપુર, ગોવાહાટી, તિરૃવનંતપુરમ એરપોર્ટ માટે બોલિઓને આમંત્રીત કરવામાં આવ્યા હતા કેન્દ્રની પબ્લિક પ્રાઇવેટ પાટર્નરશીપ અપ્રેજલ કમીટીએ સિવિલ એવિએશન મિનિસ્ટ્રીથી ૧૧ ડિસેમ્બર ર૦૧૮ ના રોજ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ મીટીંગ દરમ્યાન નાણામંત્રાલય તરફથી આપેલા નોટમાં કહેવામાં આવ્યું હતું કે આ ૬ એરપોર્ટ હાઇલી કેપિટલ ઇન્ટેસિવ છે અને એક જ કંપનીને આપવુ એ યોગ્ય નથી એક કંપનીને બેથી વધુ એરપોર્ટ  આપવા જોઇએ નહિ.

આ મામલે નાણામંત્રાલયે દિલ્હી અનેમુંબઇ એરપોર્ટના પ્રેઝીડેન્ટમાં પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાં જીએમઆર જ ફકત યોગ્ય બિડર હતો પરંતુ બંને એરપોર્ટ તેને આપવામાં આવ્યા નથી તે જ દિવસે નાણામંત્રાલયના નોટ પર નીતી આયોગે પણ અલગથી ચિંતા વ્યકત કરી.

(1:33 pm IST)