Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે ૭૦૦ પોઈન્ટનું ગાબડુ

આજે શેરબજારમાં ભારે વેચવાલી આવતા બજાર ઉંધામાથે પટકાયું: પીએસયુ બેન્ક અને આઈટીના શેરો પછડાયા

મુંબઈ, તા. ૧૫ :. આજે શેરબજારમાં વેચવાલીનું પૂર આવતા બજાર ઉંધામાથે પટકાયુ છે અને સેન્સેકસમાં ૭૦૦થી વધુ તો નિફટીમાં ૨૦૦થી વધુ પોઈન્ટનુ ગાબડુ પડયુ છે.  આ લખાય છે ત્યારે બપોરે સેન્સેકસ ૭૨૦ પોઈન્ટ તુટીને ૪૮૮૬૩ તો નિફટી ૨૧૦ પોઈન્ટ ઘટીને ૧૪૩૮૫ ઉપર ટ્રેડ કરી રહ્યુ છે.  આજે પીએસયુ બેન્ક અને આઈટીના શેરો પછડાયા હતા. એરટેલ ૫૯૭, આઈટીસી ૨૧૫, ટાટા મેટા. ૮૪૩, ડાયમન્ડ વાઈડી ૭૧૮, આઈડીયા ૧૨૯૬, ટાટા મોટર્સ ૨૫૬, શેઈલ ૭૦, એચસીએલ ૧૦૦૦, ઓએનજીસી ૧૦૧, ટેક. મહિન્દ્રા ૧૦૧૧, કીર્લો ઓઈલ ૧૨૩, બાલાજી ટેલી. ૬૫ તેમજ કેનેરા બેન્ક ૧૩૬ ઉપર ટ્રેડ કરે છે.

(3:16 pm IST)