Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જાણો કેમ આજે સેના દિવસ ઉજવવામાં આવે છે ?

જાણો કેમ દર વર્ષે ૧૫ જાન્યુઆરીના રોજ સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે સમગ્ર દેશમાં ૭૩ મો સેના દિવસ ઉજવાઈ રહ્યો છે. ૧૯૪૯માં આજના દિવસે છેલ્લા સેનાના બ્રિટિશ કમાન્ડર વડા જનરલ સર એફઆરઆર બુચર પાસેથી જનરલ કે.એમ.કરિયપ્પાએ સેનાના વડાનો કાર્યભાર સંભાળ્યો. તેમની સ્મૃતિમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ સેના દિવસ ઉજવવામાં આવે છે.

 આપણા દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર, ઠંડી,ગરમીમાં, વરસાદમાં, આપણા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરી ફરજ બજાવતી ભારતીય સેના, ઈન્ડીયન આર્મીનો દિવસ  યાદ રાખજો જયહિન્દ.

(4:33 pm IST)