Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ટોચના ટીવી એન્કર અને રેટીંગ એજન્સી વચ્ચેની ૫૦૦ પાનાની વ્હોટસએપ ચેટ સોશ્યલ મીડીયા ઉપર લીક થતા ખળભળાટ

આજે સોશ્યલ મિડીયા-વ્હોટસએપ ઉપર ખાનગી ટીવી ચેનલના ટોચના એન્કર અને મોટી રેટીંગ એજન્સીના પૂર્વ સીઇઓ વચ્ચે થયેલ મનાતી 'ચેટ'ના ૫૦૦ જેટલા પેઇજની વિગતો લીક કરાતા અને વાયરલ થતા ખળભળાટ આ ચેટમાં પીએમઓને ઇન્ફલુઅન્સ કરવા, 'એએસ' નામનો ઉપયોગ કરવા, ચોકકસ ટીવી એન્કરને ચુપ કરી દેવા સહિતની ચોંકાવનારી બાબતો હોવાનું ચર્ચાય છે.

આ ચેટમાં રિપબ્લીક ટીવીના અર્નબ ગોસ્વામી, બાર્ક રેટીંગ એજન્સીના પૂર્વ સીઇઓ પાર્થોદાસ વિગેરે નામોના ઉલ્લેખ હોવાની ભારે ચર્ચા છે. લીક કરાયેલી આ ચેટ સાથે મુંબઇ પોલીસનું નામ પણ ઉછળે છે. આ અંગે શું સત્તાવાર વિગતો બહાર આવે છે. તેના તરફ સહુની મીટ છે.

આ સમગ્ર ચેટની વાસ્તવીકતા કેટલી છે ? ફેઇક છે કે સાચી ? એ અંગે ભારે ચર્ચા છે.

(4:34 pm IST)