Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

યુપી - ઉત્તરાખંડમાં એકલા હાથે ચુંટણી લડશે બસપા

કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરી સવારે ૧૧ વાગ્યે રજૂ કરવામાં આવશે : તમામ બેઠકો પર ઉતારાશે ઉમેદવારો : માયાવતીએ કર્યું એલાન

નવી દિલ્હી તા. ૧૫ : BSP પ્રમુખ માયાવતીએ સૌથી મોટી જાહેરાત કરી છે. માયાવતીએ આજે જાહેર કર્યું હતું કે અમે (BSP પક્ષ) ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી એકલે હાથે લડવાના છીએ. ગઠબંધનમાં કાયમ નુકસાન થતું આવ્યું હતું. આજે પોતાના બર્થ ડેએ માયાવતી પક્ષના કાર્યકરો અને મિડિયા સાથે વાત કરતાં બોલી રહ્યાં હતાં. તેમણે એવો દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીમાં અમારો વિજય નિશ્ચિત છે. આજે માયાવતી ૬૫ વર્ષના થયાં. તેમણે મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે સરકારે ખેડૂતોની માગણી સ્વીકારી લેવી જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં દરેક નાગરિકને કોરોનાની રસી મફત મળવી જોઇએ.

ગુરૂવારે મકર સંક્રાન્તિના પવિત્ર દિવસે માયાવતીએ પોતાના પક્ષના કાર્યકરોને એવી અપીલ કરી હતી કે મારા જન્મદિવસને જનકલ્યાણકારી દિવસ તરીકે ઊજવજો. સાથોસાથ તેમણે સોશ્યલ મિડિયા પર એવો સંદેશો મૂકયો હતો કે મારા બર્થ ડેએ કોરોના મહામારી માટે હેલ્થ વર્કર્સે જાહેર કરેલા નિયમોનું પાલન કરજો અને ગરીબ ગુરબાને મદદ કરજો જેથી આપણને તેમના આશીર્વાદ મળે.

ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. દરેક રાજકીય પક્ષે અત્યારથી પોતાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ વખતની ચૂંટણી ભારે રસાકસીભરી થવાની છે કારણ કે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિહારમાં પોતાને મળેલી સફળતા પછી હવે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

(4:35 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST