Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ખતરનાક અને ઘાતકી દિપડાનો વીડિયો વાયરલઃ રસ્‍તા ઉપર ખુલ્લેઆમ લોકોની વચ્‍ચે ફરતો જોવા મળ્‍યો

નવી દિલ્હી: દીપડાને જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય. દીપડો ખુબ જ ખતરનાક અને ઘાતકી હોય છે. પરંતુ હાલમાં દીપડાનો એક વીડિયો જે વાયરલ થયો છે તેને જોતા કોઈ પણ ચોંકી જાય. આ વીડિયો સાથે સાથે મોટી ચિંતા ઉપજાવનારો પણ છે.

આ વીડિયોમાં દીપડો રસ્તા પર ખુલ્લેઆમ લોકોની વચ્ચે ફરતો જોવા મળી રહ્યો છે. આસપાસ ગાડીઓની લાંબી લાઈન લાગી છે. જેને જોઈને સમજી શકાય છે કે આ કોઈ હાઈવેનો વીડિયો છે.

દીપડો  લોકોની આસપાસ ઘૂમી રહ્યો છે, ત્યારબાદ તેની સાથે એવો વ્યવહાર થાય છે કે જાણે તે પાળતું કૂતરો હોય. આસપાસના લોકો પણ જોઈને દંગ થઈ જાય છે કે આમ કેવી રીતે થઈ રહ્યું છે. કેટલાક લોકો દીપડાથી બચવા માટે બંદૂક તો કાઢે છે પરંતુ કોઈ ફાયરિંગ કરતું નથી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર IFS Parveen Kaswan એ શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે આ દીપડાનું વર્તન સમજી શકાતું નથી. ખુબ વિચિત્ર રીતે વર્તી રહ્યો છે. આ વીડિયો હિમાચલ પ્રદેશનો છે.

જો કે લોકોને દીપડાનું આ વર્તન ખુબ ગમી રહ્યું છે. શેર કર્યા બાદથી આ વીડિયો અત્યાર સુધી 38.3k વ્યૂઝ મળી ચૂક્યા છે.

(5:06 pm IST)
  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • પૂણે-બેંગલોર હાઇવે પર ગોવા જઈ રહેલા પર્યટકોની મિનિ બસને ગમખ્વાર અકસ્માત : 11 લોકોના મોત: ગોવા જઈ રહેલા પર્યટકોની બસનો નડ્યો ગમખ્વાર અકસ્માત access_time 11:52 am IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST