Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

VRS લેનારા પૂર્વ આઈએએસ અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા

ટોચના અધિકારીઓ પણ હવે ભાજપ ભણી : યુપીના ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા : અનેક નેતા પણ ઉપસ્થિત રહ્યા

લખનઉ, તા. ૧૫  :પીએમઓના પૂર્વ અધિકારી અને ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અરવિંદ શર્મા ભાજપ સાથે જોડાઇ ગયા છે. ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, પ્રદેશ મહામંત્રી જેપીએસ રાઠોર, ગોવિંદ શુક્લા, કેબિનેટ મંત્રી દારા સિંહ ચૌહાણ પણ હાજર રહ્યાં હતાં.

ભાજપમાં જોડાયા બાદ અરવિંદ શર્માએ કહ્યું કે, ભાજપ સાથે જોડાયાની ખુશી છે. આપણા દેશમાં ઘણી રાજકીય પાર્ટી છે, પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી છે. હું પછાત જિલ્લા અને ગામનો છું. મારા જેવા સાધારણ વ્યક્તિને જેની કોઇ રાજકીય પૃષ્ઠભૂમિ નથી તેને ભાજપ જ આટલું મોટું સ્થાન આપી શકે છે. હું વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. અરવિંદ શર્મા મૂળ ઉત્તર પ્રદેશના મઉના રહેવાસી છે અને ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઇએએસ અધિકારી રહ્યાં છે. તેમણે લગભગ ૨૦ વર્ષ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું. અરવિંદ શર્મા, ગુજરાતમાં નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે ૨૦૦૧થી ૨૦૧૩ સુધી સીએમ કાર્યાલયમાં રહ્યાં હતાં. તે બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં તેઓ પીએમઓમાં આવી ગયા હતા.

(7:30 pm IST)
  • પૂણે-બેંગલોર હાઇવે પર ગોવા જઈ રહેલા પર્યટકોની મિનિ બસને ગમખ્વાર અકસ્માત : 11 લોકોના મોત: ગોવા જઈ રહેલા પર્યટકોની બસનો નડ્યો ગમખ્વાર અકસ્માત access_time 11:52 am IST

  • ૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુ યથાવત રહેશે : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફયુ યથાવત : જામનગરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સમયે વિજયભાઈની જાહેરાત access_time 12:13 pm IST

  • એ.કે.શર્મા ઉત્તરપ્રદેશમાં ભાજપના ઉમેદવાર બન્યા : ધારાસભ્ય બની પ્રધાન બનશે? : તાજેતરમાં સીનીયર આઈએએસ ઓફીસર અને ગુજરાત કેડરના શ્રી એ.કે. શર્માએ વીઆરએસ લઈ નિવૃતિ જાહેર કરી હતી. તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલ ઉપલા ગૃહની ચૂંટણીમાં એમએલસી (ધારાસભ્ય) પદ માટે તેમના નામની જાહેરાત થઈ છે. તેઓ યોગી સરકારમાં મહત્વના પદ ઉપર પ્રધાન બની રહ્યાનું નિશ્ચિત મનાય છે. access_time 3:21 pm IST