Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

દેવું ચઢી જતા મલેશિયાની સ્થાનિક કોર્ટે પાકિસ્તાનનું વિમાન જપ્ત કરાવી દીધું

તમામ યાત્રીઓ અને ક્રૂ સ્ટાફને વિમાનની નીચે ઉતારી કંપનીએ વિમાન પર કબજો કર્યો

ક્વાલાલમ્પુરઃ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના બોઇંગ 777 વિમાનને મલેશિયાએ જપ્ત કરી લીધું. દેવું ચઢી જતા મલેશિયાની સ્થાનિક કોર્ટે પાક. વિમાન જપ્ત કરાવી દીધું. એટલું જ નહીં તમામ યાત્રીઓ અને ક્રૂ સ્ટાફને પણ વિમાનની નીચે ઉતારી કંપનીએ વિમાન પર પોતાનો કબજો જમાવી દીધો.

પાકિસ્તાને મલેશિયાની કંપની પાસેથી બોઇંગ 777 લીઝ પર લીધું હતું. પરંતુ સમયસર તેનું લેણુ ચુકવ્યું નહીં. તેથી સ્થાનિક કોર્ટે વિમાન જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ અંગે થોડા સમય પહેલાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં જણાવાયું હતું કે પીઆઇએના 40 ટકા પાઇલટ નકલી લાયસન્સધારી છે. જેનાથઈ પાકિસ્તાની વિમાન બહુ જ જોખમી છે.

કરાચીમાં થયેલા વિમાન ક્રેશ બાદ સરવર ખાને કહ્યું હતું કે ગત વર્ષની તપાસમાં જાણવા મળ્યું હતું કે પાકિસ્તાનના 860 એક્ટિવ પાઇલટ્સમાંથી 262 પાસે કાં તો નકલી લાયસન્સ છે અથવા તેમણે એક્ઝામમાં ચિટીંગ કર્યું હતું.

સરવર થાને જણાવ્યું હતું કે આવા પાઇલટસે ક્યારેય એક્ઝામ આપી નથી કે તેમને વિમાન ઉડાડવાનો પુરતો અનુભવ નથી.દુર્ભાગ્યથી પાક.માં પાઇલટ્સની નીમણૂક રાજકીય આધારે થાય છે. તેમણે કહ્યું કે તપાસમાં 4 પાઇલટની ડિગ્રી નકલી જણાઇ અને તેમની વરણીના સમયે મેરિટની અવગણના કરાઇ હતી

(10:52 pm IST)