Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

10 વર્ષની બાળકી રમકડાના બિઝનેસથી મહિને કરી રહી છે કરોડો રૂપિયાની કમાણી

પિક્સી માત્ર 15 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ શકે અને પોતાની બચતથી આગળનું જીવન જીવી શકે

નવી દિલ્હી : એક 10 વર્ષની છોકરી પોતાના રમકડાના બિઝનેસથી આટલા રૂપિયાની કમાણી કરે છે કે તે માત્ર 15 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ શકે છે અને પોતાની બચતથી આગળનું જીવન જીવી શકે છે. પિક્સી કર્ટિસ નામની આ છોકરીએ પોતાના માતાના મદદથી બિઝનેસ શરૂ કર્યો છે એક મહિનામાં પિક્સીએ 1 કરોડ 4 લાખથી વધુની કમાણી કરી છે.

મિરરમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં રહેલી પિક્સી પોતાની માતાની સાથે મળીને ફિઝેટ્સ અને રંગીન પોપિંગ રમકડા બનાવે છે. તમને જણાવી દઈએ કે આ રમકડાની ડિમાન્ટ એટલી છે કે તે મિનિટોમાં વેચાય જાય છે. એટલું જ નહીં આ 10 વર્ષની છોકરી પિક્સાના નામ પર એક હેર એક્સેસરી બ્રાન્ડ પણ છે જે તેના માતા રોક્સીએ બનાવી છે. તેમાં સ્ટાઇલિશ અને ખુબસુરત હેંડબેન્ડ, ક્લિપ અને અન્ય વસ્તુ છે.

 

રોક્સીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું- મારા માટે સૌથી રોમાંચક મહેનતની ભાવના છે, જે મારી પુત્રીની પાસે નાની ઉંમરમાં છે, જ્યારે આ ટેલેન્ટની મારી અંદર નહોતી. હું પણ સફળ થવા ઈચ્છતી હતી. પરંતુ મારી પુત્રીએ આટલી નાની ઉંમરમાં બિઝનેસને સફળ બનાવી મારૂ પણ સપનું પૂરુ કર્યું છે.

રોક્સી કહે છે કે જ્યારે તે 14 વર્ષના હતા ત્યારે મેકડોનલ્ડ્સમાં નોકરી કરતી હતી. પરંતુ અહીંથી તે જેટલી કમાણી કરતી હતી જેટલી નોકરી કરતા વ્યક્તિ કમાણી કરી શકે છે. રોક્સીએ કહ્યું- મારૂ પુત્રીને કારણે મને મહેનતી બનવાની તક મળી અને ખુશીની વાત છે કે મારી પુત્રીને આટલી નાની ઉંમરમાં એટલું મળી ગયું જે મને હવે મળી રહ્યું છે.

રોક્સીએ કહ્યું- અમે પિક્સી માટે તે રીતે પ્લાન કર્યો છે કે તે ઈચ્છે તો 15 વર્ષની ઉંમરમાં નિવૃતિ લઈ શકે છે. પિક્સી સિડનીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. તમને જણાવી દઈએ કે આ નાની ઉંમરમાં પણ પિક્સી અને તેના ભાઈની પાસે 1 કરોડ 40 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં રોક્સીના લગ્ન ઓલિવર સાથે થયા હતા. રોક્સીની પાસે અન્ય બિઝનેસ પણ છે. રોક્સી કહે છે કે તે સિડનીમાં પોતાના બાળકો અને પતિ ઓલિવર કર્ટિસની સાથે 49 કરોડ 72 લાખ રૂપિયાની શાનદાર હવેલીમાં રહે છે

(10:54 pm IST)