Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જંગ

CM યોગી ગોરખપુર શહેરથી ચૂંટણી લડશેઃ ભાજપે ૧૦૫ ઉમેદવારોની યાદી જાહેર કરીઃ ૨૦થી વધુ ધારાસભ્‍યોની ટિકિટ કપાઇ

નવી દિલ્‍હી, તા.૧૫: યુપી ચૂંટણી માટે ભાજપે તેના પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપની યાદીના પ્રથમ તબક્કામાં ૫૮ બેઠકોમાંથી ૫૭ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્‍યા. આ સિવાય બીજા તબક્કાની ૫૫ માંથી ૪૮ બેઠકો માટે ઉમેદવારોના નામોની યાદી બહાર પાડવામાં આવી છે. બાકીની બેઠકો અંગે નિર્ણય લેવાનો બાકી છે. આ પહેલા કેન્‍દ્રીય મંત્રીએ છેલ્લા પાંચ વર્ષમાં સીએમ યોગીના શાસન દરમિયાન યોગી સરકારની ઉપલબ્‍ધિઓ ગણાવી હતી.
ભાજપે સાહિબદાદથી સુનીલ શર્માને ટિકિટ આપી છે. પાર્ટીએ ફરી એકવાર નોઈડાથી પંકજ સિંહ પાર્ટીને ટિકિટ આપી છે. પાર્ટીએ નંદકિશોર ગુર્જરને લોનીથી મેદાનમાં ઉતાર્યા છે. અતુલ ગર્ગ ગાઝિયાબાદથી પાર્ટીના ઉમેદવાર હશે. જેવરથી ધીરેન્‍દ્ર સિંહ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે. પાર્ટીએ ફરીથી મંત્રી સંદીપ સિંહને અતરૌલીથી ટિકિટ આપી છે. ઉપરાંત પાર્ટીએ ફરીથી મથુરાથી શ્રીકાંત શર્મા પર વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે.
યુપી ચૂંટણીને લઈને સીએમ યોગી આદિત્‍યનાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ તેમને ગોરખપુર શહેરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ડેપ્‍યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પ્રયાગરાજના સિરાથુથી ચૂંટણી લડશે.
કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને કહ્યું કે યુપીમાં મોટા ભાગના ઘર ગરીબો માટે બનાવવામાં આવ્‍યા છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ અને ભારત સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવ્‍યું છે. કેન્‍દ્રીય મંત્રીએ કહ્યું કે આજે મોદીની શાસન વ્‍યવસ્‍થામાં ગરીબ કલ્‍યાણની નવી આશા જાગી છે. તેમણે કહ્યું કે યોગીની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં તોફાનીઓ, ગુંડાઓ અને ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરી છે. પુત્રવધૂઓ રાત્રે ૧૨ વાગે પણ રાજયમાં કોઈપણ ડર વિના ફરી શકે છે. તેમણે કહ્યું કે યોગીજીની સરકારે રાજયમાં દંગામુક્‍ત સરકાર આપી છે. આજે ઉત્તર પ્રદેશમાં એક્‍સપ્રેસ હાઈવેનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે. તેમજ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે.
આ પહેલા પાર્ટી નેતૃત્‍વએ ફરી એકવાર એવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે જેઓ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે ભાજપને જીત અપાવવામાં સફળ રહ્યા છે. કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ટોચના નેતૃત્‍વની યાદીને અંતિમ રૂપ આપવા માટે બેઠકના અનેક રાઉન્‍ડ થયા હતા.
ઉત્ત્નર પ્રદેશમાં ૭ તબક્કામાં ચૂંટણી યોજાશે. યુપીમાં આ તબક્કા હેઠળ ૧૦ ફેબ્રુઆરી, ૧૪ ફેબ્રુઆરી, ૨૦ ફેબ્રુઆરી, ૨૩ ફેબ્રુઆરી, ૨૭ ફેબ્રુઆરી, ૩ માર્ચ અને ૭ માર્ચે મતદાન થશે. ચૂંટણીના પરિણામો ૧૦ માર્ચે આવશે. પ્રથમ તબક્કો પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લાઓથી શરૂ થશે અને ધીમે ધીમે કાફલો પૂર્વ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધશે અને સમાપ્ત થશે. યુપીમાં ૧૦ ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે. કુલ સાત તબક્કામાં મતદાન થશે. છેલ્લું મતદાન ૭ માર્ચે થશે. આ ‘ચૂંટણી મંથન'નું અમૃત બરાબર એક મહિના પછી એટલે કે ૧૦ માર્ચે બહાર આવશે. આ દિવસે યુપી (ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર પણ) સહિત તમામ પાંચ રાજયોના પણ પરિણામો જાહેર કરવામાં આવશે.
આ વખતે સીધો મુકાબલો સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્‍ચે છે. ભાજપ યોગી આદિત્‍યનાથ અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ચહેરાને આગળ કરીને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.

 

(2:52 pm IST)