Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતના ટેસ્ટ કેપ્ટનપદેથીરાજીનામું આપી દીધું: 8 વર્ષ બાદ સુકાનીપદ છોડ્યું

ટ્વીટર પર લખ્યો ભાવુક સંદેશ : અગાઉ T20 અને વન-ડે ક્રિકેટની કેપ્ટનશીપ પહેલેથી જ છોડી ચૂક્યો છે કોહલી

ફોટો  viart  નોટિફિકેશન

વિરાટ કોહલીએ મોટો નિર્ણય કર્યો છે  આફ્રિકા સામે સિરીઝ હાર્યા બાદ કોહલીએ ટેસ્ટની કેપ્ટનશિપ છોડી છે તેણે  ટ્વીટ કરી માહિતી આપી છે વિરાટ કોહલીએ ભાવુક ટ્વીટ લખી છે

: વિરાટ કોહલીએ ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. તેમણે આ જાણકારી ટ્વીટ કરી આપી છે. 

દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ વિરાટ કોહલીએ પોતાની જાતને ટેસ્ટ કેપ્ટન પદથી દૂર કરી લીધી છે. કોહલીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કોહલીએ લખ્યું કે, 7 વર્ષ સુધી ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવી ખૂબ જ શાનદાર રહી. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ બાદ કોહલીએ T20 ટીમની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી.

(7:18 pm IST)