Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

નાણાંપ્રધાન પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે

સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે : બજેટ સેશન ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બજેટનું બીજું સત્ર ૧૪ માર્ચથી આઠ એપ્રિલ સુધી ચાલશે

નવી દિલ્હી, તા.૧૫ : સંસદનુ બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરુ થશે. નાણા મંત્રી નિર્મલા સિતારમન પહેલી ફેબ્રુઆરી એ સંસદમાં બજેટ રજૂ કરશે.બજેટ સેશન ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલશે.જ્યારે બજેટનુ બીજ સેશન ૧૪ માર્ચથી આઠ એપ્રિલ સુધી ચાલશે. સૂત્રોનુ કહેવુ છે કે, આ વર્ષના બજેટમાં આમ આદમીને બહુ રાહત મળવાની આશા છે.

૩૧ જાન્યુઆરીએ સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિના ભાષણથી બજેટ સત્રની  શરુઆત થશે.

જોકે બજેટ સત્ર પહેલા સંસદના ૪૦૦ જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે અને તે બાબત સરકાર માટે ચિંતાનો વિષય છે. સંસદના બજેટ સત્ર માટે પણ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

શક્ય છે કે, તમામ સાંસદોના બજેટ સત્ર પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવે.

(7:41 pm IST)