Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

કર્ણાટક હાઈકોર્ટે અઝીમ પ્રેમજી વિરુદ્ધ એક જ કારણસર બહુવિધ અરજીઓ કરવા બદલ બે વકીલોને જેલમાં મોકલ્યા : વિપ્રોના સ્થાપક અધ્યક્ષ અઝીમ પ્રેમજીના ગુનાહિત તિરસ્કાર માટે દોષિત ઠેરવ્યા : બે મહિનાની સાદી કેદની સજા તથા 2,000 રૂપિયાનો દંડ ફટકાર્યો

બેંગ્લુરુ : કર્ણાટક હાઈકોર્ટે અઝીમ પ્રેમજી વિરુદ્ધ એક જ કારણસર બહુવિધ અરજીઓ કરવા બદલ બે વકીલોને જેલમાં મોકલ્યા છે.

કોર્ટે આરોપીઓને ફરિયાદીઓ અને તેમની કંપનીઓના જૂથ સામે કોઈપણ અદાલત અથવા કાયદાની કોઈપણ સત્તા સમક્ષ કોઈપણ કાનૂની કાર્યવાહી શરૂ કરવા પર પણ રોક લગાવી હતી.

કર્ણાટક હાઈકોર્ટે એનજીઓ ઈન્ડિયા અવેક ફોર ટ્રાન્સપરન્સીનું પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ આર સુબ્રમણ્યમ અને પી સદાનંદને વિપ્રોના સ્થાપક અધ્યક્ષ અઝીમ પ્રેમજી સામે સમાન કારણસર બહુવિધ અરજીઓ દાખલ કરવા બદલ ગુનાહિત તિરસ્કાર માટે દોષિત ઠેરવ્યા છે. આ કેસ પ્રેમજી સામેની નાણાકીય અનિયમિતતા સાથે સંબંધિત છે.

શુક્રવારના ચુકાદામાં, જસ્ટિસ બી વીરપ્પા અને કેએસ હેમાલેકાની ડિવિઝનલ બેન્ચે બંને આરોપીઓને બે મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી અને પ્રત્યેક પર કોર્ટના અવમાનના કાયદાની કલમ 12(1)ની જોગવાઈઓ હેઠળ 2,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

વધુમાં, કોર્ટે આરોપીઓને ફરિયાદીઓ અને તેમની કંપનીઓના જૂથ સામે કોઈપણ કોર્ટ અથવા કાયદાની કોઈપણ સત્તા સમક્ષ કોઈપણ કાનૂની કાર્યવાહી શરૂ કરવા પર પણ રોક લગાવી હતી.

કોર્ટે 23 ડિસેમ્બરે આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. 7 જાન્યુઆરીએ બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.તેવું ઇ.એક્સ.દ્વારા જાણવા મળે છે.

 

(8:04 pm IST)