Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

વિરાટ કોહલીનું ટેસ્ટના કેપ્ટન પદેથી રાજીનામું: BCCI, જાય શાહ અને રાહુલ ગાંધી સહિતનાએ આપી પ્રતિક્રિયા

BCCI કહ્યું કે કોહલીને તેની પ્રશંસનીય લીડરશીપ બદલ ધન્યવાદ. કોહલીએ ભારતીય ટીમને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડી

 

મુંબઈ :વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ફોર્મેટની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરીને અનેકને ચોંકાવી દીધા છે. કોહલીએ ટેસ્ટના કેપ્ટન પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે.

BCCI, બોર્ડ સેક્રેટરી જય શાહ, ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ), બોર્ડ સેક્રેટરી જય શાહ, ભારતીય ક્રિકેટના પૂર્વ વસીમ જાફર અને આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તથા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોહલીના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.

BCCI કહ્યું કે કોહલીને તેની પ્રશંસનીય લીડરશીપ બદલ ધન્યવાદ. આને કારણે જ કોહલીએ ભારતીય ટીમને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડી છે. તેણે 68 ટેસ્ટમાં સૌથી વધુ 40 મેચ જીતી હતી અને તે સૌથી સફળ ભારતીય કેપ્ટન બન્યો હતો.

બોર્ડ સેક્રેટરી જય શાહે કહ્યું કે કેપ્ટન તરીકે કોહલીની કેરિયર શાનદાર રહી, તેને માટે ધન્યવાદ. વિરાટે ટીમને પરફેક્ટ બનાવી જેને કારણે ભારતીય ટીમે દેશ અને વિદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ જીતવી શાનદાર રહી. વસીફ જાફરે કહ્યું કે કોહલીને કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડીયાને વિદેશી જમીન પર ઘણી જીત મળીહતી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કોહલી અંગે ટ્વિટ કરીને જણાવ્યું કે વિરાટ કોહલી, વર્ષોથી તમે લાખો ક્રિકેટ ચાહકોનો પ્યાર મેળવતા રહ્યાં છો. આ ફેઝમાં પણ તેઓ તમારો સાથ આપશે. તમને આવનાર સફ માટે ઘણી ઘણી શુભકામનાઓ.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં મળેલા પરાજય બાદ વિરાટ કોહલીએ ટેસ્ટના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને ટેસ્ટની કેપ્ટનશીપ છોડવાનું જણાવ્યું હતું. આ પહેલા કોહલી ટી-20 અને વન ડેની કેપ્ટન્સીમાંથી પદ છોડી ચૂક્યો છે. વિરાટ કોહલીએ લીધેલો આ મોટો નિર્ણય છે.

  કોહલીએ ટ્વિટર પર લખ્યું કે મેં સાત વર્ષની મહેનત અને સંઘર્ષથી ટીમને સાચી દિશા આપવાની કોશિશ કરી. મેં મારુ કામ પૂરી ઈમાનદારીથી કર્યું અને મેં મારા વતી કોઈ કસર છોડી નથી. કોહલીએ લખ્યું કે કોઈને કોઈ ચીજને ક્યારેય તો રોકાવુ પડે છે અને મારે માટે ટીમ ઈન્ડીયાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે.

(10:51 pm IST)