Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

આસામમાં રાહુલ ગાંધી એ NO CAA લખેલો ખેસ પહેર્યો : કોની તાકાત છે ? CAA લાગુ કરીને બતાવે !!! ફેંક્યો પડકાર

આસામની સમજૂતીને સ્પર્શ કરવાનો કે નફરત ફેલાવવા માટે કોઈ પ્રયાસ કરશે તો કોંગ્રેસ પાર્ટી તેમને પાઠ ભણાવશે

નવી દિલ્હી : રાહુલ ગાંધી આસામ  પહોંચી ગયા છે અને પડકાર ફેંક્યો કે અમે અહીં સીએએ લાગુ નહિ થવા દઈએ.
રાહુલે કહ્યું કે આસામની સમજૂતીને સ્પર્શ કરવાનો કે નફરત ફેલાવવા માટે કોઈ પ્રયાસ કરશે તો કોંગ્રેસ પાર્ટી તેમને પાઠ ભણાવશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે રવિવારે આસામના પ્રવાસે છે. તેમણે ત્યાં શિવસાગર જિલ્લામાં ફરી મોદી-શાહ પર આકરા પ્રહાર કર્યા હતા અને અમે બે-અમારા બે નારાનો ઉપયોગ કર્યો. રાહુલ અને કોંગ્રેસના બાકીના નેતાઓ સ્ટેજ પર "NO CAA" લખેલો ખેસ પહેરેલ નજરે પડ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અમે બે-અમારા બે સાંભળી લે, ગમે તે થાય પરંતુ અહીં CAA નહીં થાય.'

બરાબર એક અઠવાડિયા પહેલા નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે ગયા હતા ત તેમણે સોનિતપુરમાં એક સભા યોજી હતી અને કહ્યું હતું કે અમારી સરકારે વિકાસ કર્યો છે. પહેલાની સરકાર આસામનિ મુશ્કેલીઓને સમજી શકી નહીં. તેમણે ચાના બગીચામાં કામ કરતા મજૂરો વિશે પણ વાત કરી અને કહ્યું કે અહીંયાના ટી-કામદારોને બદનામ કરવામાં આવી રહ્યા છે. આવું કરનારાઓને આસામની ચા પીનારા દરેક ભારતીય જવાબ આપશે. ત્યારે હવે અહીં રાહુલ ગાંધી ખેસ પહેરી પહોંચી ગયા હતા અને મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

જોકે,રાહુલના CAAના નિવેદન પર આસામ સરકારના મંત્રી અને ભાજપના નેતા હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે, આ લોકો આસામને કોનાથી બચાવવા માગે છે? જો તેઓ આસામની રક્ષા કરવા માંગે છે તો પછી ઇમિગ્રન્ટ મુસ્લિમોની વિરુદ્ધ સ્ટેન્ડ લે અને એમ કહો કે તેઓ આસામની સંસ્કૃતિને બચાવશે. આજે કોઈ CAAની ચર્ચા કરી રહ્યું નથી

(12:00 am IST)